જયંતી ભાનુશાળી હત્યા મામલે પોલીસ ટ્રેનમાં કરશે રિ-કન્સ્ટ્રકશન

0
13

ભાજપના પૂર્વ ધારાસભ્ય જંયતિ ભાનુશાળીના બંને હત્યારાઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્યારે હવે પોલીસ બંને આરોપીઓને લઈને ટ્રેનમાં રિ કન્સ્ટ્રકશન કરશે.

મળતી માહિતી મુજબ મનીષા ગોસ્વામીની હત્યામાં સંડોવણીને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. છબીલ પટેલે ભાનુશાળીની હત્યા કરવા માટે રૂપિયા 30 લાખની સોપારી આપી હોવાનું બંને આરોપીઓએ કબૂલ્યુ હતુ.

જેને લઈને બંને સોપારી કિલર શશીકાંત કાંબલે અને અશરફ શેખ પુનાથી હથિયાર લઈને આવ્યા હતા અને ગત 8 જાન્યુઆરીના ભાનુશાળી ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા. તે દરમિયાન સયાજીનગરી એક્સપ્રેસમાં તેમની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

આ હત્યાનું ષડયંત્ર હત્યાના 3 મહિના પહેલાથી કરવામાં આવ્યુ હતુ. મહત્વનું છે કે, પોલીસ તપાસ દરમિયાન જ્યંતિ ભાનુશાળીની હત્યામાં છબીલ પટેલની સાથે સાથે સુરજીત ભાઉ અને મુંબઈના એક વ્યક્તિ સહિત મનીષા ગોસ્વામીની સંડોવણી હોવાનું સામે આવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here