Sunday, January 23, 2022
Homeજયપુર-બ્રાન્દ્રા ટ્રેનમાં TTEએ મહિલાને પોતાની બર્થ પર બેસાડી છેડતી કરી, ચાલુ ટ્રેને...
Array

જયપુર-બ્રાન્દ્રા ટ્રેનમાં TTEએ મહિલાને પોતાની બર્થ પર બેસાડી છેડતી કરી, ચાલુ ટ્રેને હોબાળો

મુંબઈ:  જયપુરના પ્રતાપનગરની રહેવાસી એક મહિલા સુરતથી જયપુર-બાન્દ્રા સુપરફાસ્ટ ટ્રેનમાં ચડી હતી. રિઝર્વેશન કન્ફર્મ નહીં હોવાથી તેણે ટીટીઇ વિનોઇકુમાર કુશવાહ પાસેથી વડોદરામાં બર્થની માંગણી કરી હતી. વિનોઇકુમારે એસ-3 કોચમાં પોતાની સીટ ઉપર બેસી જવા જણાવતાં મહિલા ત્યાં બેઠી હતી. રાત્રે ટીટીઇ મહિલા પાસે બેસી જઇ તેની છેડતી કરવા લાગ્યો હતો. જેથી મહિલાએ બૂમાબૂમ કરીને હોબાળો મચાવ્યો હતો.

મહિલાનો અવાજ સાંભળતાં જ ઉંઘમાંથી જાગેલા મુસાફરોએ આરપીએફ જવાનોને બોલાવ્યા હતાં. દરમિયાન રતલામ સ્ટેશન આવી જતાં જીઆરપીએ ટીટીઇ અને આરપીએફ જવાનોને ટ્રેનમાંથી ઉતારી લીધા હતાં. જીઆરપીના અભિષેક ગૌતમે જણાવ્યું હતું કે, મહિલાએ ફરિયાદ આપી નથી. ફરિયાદ થશે તો કાર્યવાહી કરાશે.

હોબાળો થતાં રતલામમાં RPFના પીઆઇ રાકેશકુમાર યાદવ મહિલાને સમજાવવા જતાં ત્યાં મહિલા અને અન્ય મુસાફરોએ રાકેશકુમાર સાથે ધક્કામુક્કી કરી હતી. આ મામલે રાકેશકુમારે મહિલા અને મુસાફરો સામે ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular