જયાપ્રદા-શત્રુધ્ન સિંહા-રાજ બબ્બર સહિતના આ સ્ટાર્સ ચૂંટણીમાં હાર્યા

0
22

મુંબઈઃ લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આ વખતે સિનેમાના ઘણાં સેલેબ્સે રાજકારણમાં ડેબ્યૂ કર્યું હતું તો કેટલાંક પહેલેથી જ રાજકારણમાં જોડાયેલા હતાં. કેટલાંક સ્ટાર્સ મોદી લહેરમાં જીતી ગયા તો કેટલાંક ખરાબ રીતે હાર્યા પણ છે. હિંદી-ભોજપુરી તથા બંગાળી સિનેમાના કેટલાંક સ્ટાર્સ આ ચૂંટણીમાં હાર્યા છે.

જયાપ્રદા
એક્ટ્રેસ જયાપ્રદા યુપીની રામપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર હતાં. તેમની સામે સપા ઉમેદવાર આઝમ ખાન હતાં. જયાપ્રદાની 1,09,997 મતોથી હાર થઈ છે.

રાજ બબ્બર
યુપીના ફતેહપુર સીકરીના કોંગ્રેસી ઉમેદવાર રાજ બબ્બરને ભાજપના ઉમેદવાર રાજકુમાર ચહરે 4,95,065 મતોથી કારમી હાર આપી છે.

દિનેશલાલ યાદ નિરહુઆ
ભોજપુરી સુપરસ્ટાર નિરહુઆ યુપીની આઝમગઢ બેઠક પરથી ભાજપનો ઉમેદવાર હતો. નિરહુઆએ પહેલી જ વાર ચૂંટણી લડી હતી. નિરહુઆને સપા ઉમેદવાર અખિલેશ યાદવે 2,59,874 મતોથી હરાવ્યો છે.

શત્રુધ્ન સિંહા-પૂનમ સિંહા
બોલિવૂડ એક્ટર શત્રુધ્ન સિંહાની પત્ની પૂનમ સિંહા સપાની ટિકિટ પરથી યુપીની લખનઉની ઉમેદવાર હતી. ગૃહમંત્રી રાજનાથ સિંહે પૂનમ સિંહાને 3,47,302 મતોથી હરાવી છે. શુત્રધ્ન સિંહા બિહારની પટનાસાહિબ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતાં. જોકે, ભાજપના રવિશંકર પ્રસાદે 2,84,657 મતોથી પરાજય આપ્યો છે.

પ્રકાશ રાજ
કર્ણાટકની બેંગાલુરુ સેન્ટ્રલ લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે પ્રકાશ રાજ ચૂંટણી લડ્યો હતો. પ્રકાશ રાજને માત્ર 28,906 મત મળ્યાં હતાં. ભાજપ ઉમેદવાર પીસી મોહનને 6,02,853 મતો મળ્યાં હતાં.

ઉર્મિલા માતોંડકર
મહારાષ્ટ્રમાં મુંબઈ નોર્થની સીટ પર પહેલી જ વાર ઉર્મિલા કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી. ભાજપ ઉમેદવાર ગોપાલ શેટ્ટીએ 4,65,247 મતોથી કારમો પરાજય આપ્યો હતો.

મુનમુન સેન
પશ્ચિમ બંગાળની આસનસોલ સીટ પર તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીની ઉમેદવાર તથા એક્ટ્રેસ મુનમુન સેનને ભાજપ ઉમેદવાર બાબુલ સુપ્રિયોએ 1,97,637 મતોથી હરાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here