જય હો ગુજ્જુ: ‘ભારત’ ફિલ્મમાં ધીરૂભાઈનું પાત્ર પણ આવશે, આ હિરો કરશે કેમિયો

0
48

સલમાન ખાન હવે ભારત ફિલ્મને લઈને ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે અલી અબ્બાસ જફરના ડીરેક્શનમાં આ ફિલ્મ બને છે. આ ફિલ્મમાં સલમાન ખાનની ઓપોઝીટ કેટરીના કૈફ કામ કરશે. પહેલા આ રોલ માટે પ્રિયંકા ચોપડાને સાઈન કરવામાં આવી હતી. પણ પ્રિયંકાએ આ ફિલ્મને છોડી દેતા હવે કેટરીના આ રોલ નિભાવશે.

હવે એવો રિપોર્ટ મળી રહ્યો છે કે આ ફિલ્મમાં વરૂણ ધવન પણ એક કેમિયો કરશે. માનવામાં આવી રહ્યુ છે કે તેમાં યુવાન ધીરૂભાઈ અંબાણીનો રોલ નિભાવશે. જો કે ફિલ્મમાં ડીરેક્ટર અને એની ટીમે ફિલ્મ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. પણ એવલા સમાચાર મળી રહ્યાં છે કે વરૂણ એન્ટ્રી મારશે. ફિલ્મની કહાણી પણ ગુપ્ત રાખવામાં આવી છે. તેમજ હજુ એ પણ સ્પષ્ટ થયુ નથી કે વરૂણનો આ કેમિયો ગીત સ્વરૂપે હશે કે પાત્રના રૂપમાં પણ વરૂણને આ ફિલ્મમાં જોવાનું દિલચશ્પ રહેશે.

એવામાં એવી ખબર મળી રહી છે કે ભારતમાં કેટરીના સલમાન ખાનની બોસનો રોલ કરતી નજરે ચડશે. આ ફિલ્મમાં સલમાન, કેટરીના, તબ્બુ, દિશા પટણી અને સુનીલ ગ્રોવર મહત્વપૂર્ણ રોલ નિભાવશે. આ ફિલ્મ આ વખતે ઈદના દિવસે રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here