Tuesday, October 26, 2021
Homeજર્મનીમાં ભારે હિમવર્ષામાં 7નાં મોત, આજે 48 ઇંચ બરફવર્ષા થવાની આગાહી
Array

જર્મનીમાં ભારે હિમવર્ષામાં 7નાં મોત, આજે 48 ઇંચ બરફવર્ષા થવાની આગાહી

ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉથ જર્મની અને સેન્ટ્રલ યુરોપમાં આવેલા દેશ ઓસ્ટ્રિયામાં વિન્ટર સ્ટોર્મના કારણે અંદાજિત 7 લોકોનાં મોત થયા છે. આખા અલ્પાઇન ટાઉનને ભારે હિમવર્ષાના કારણે ખાલી કરવામાં આવ્યું છે. ઉપરાંત આજે મંગળવારે પણ વધુ 48 ઇંચ હિમપ્રપાત થવાની આગાહી કરવામાં આવી છે. જર્મનીમાં હિમપ્રપાતનું જોખમ હાઇએસ્ટ લેવલ પર છે અને આગામી દિવસોમાં પણ ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ છે.

નેધરલેન્ડ્સમાં ભારે પવનના કારણે 159 ફ્લાઇટ્સ કેન્સલ

અલગ અલગ સ્થળોએ 7નાં મોત
  • જર્મનીના વેકર્સબર્ગમાં 44 વર્ષીય વ્યક્તિનું ભારે હિમવર્ષામાં વૃક્ષ પડતાં મોત થયું છે. ઓથોરિટીના જણાવ્યા અનુસાર, રવિવારે સ્વિત્ઝર્લેન્ડમાં હિમપ્રપાતના કારણે ઘાયલ થયેલી એક મહિલાનું પણ સોમવારે મોત થયું છે.
  • ઓસ્ટ્રિયામાં ત્રણ સ્કીયર્સના મોત થયા છે. હિમપ્રપાતની ચેતવણીના પગલે હોચ્કર અપ્લાઇન રોડ અને હોચ્કર સ્કીઇંગ પ્રદેશને આગામી દિવસો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. વિઝિટર્સ અને સ્થાનિકોને આજે મંગળવાર સુધી આ પ્રદેશ ખાલી કરી દેવાના આદેશ આપાવમાં આવ્યા છે.
  • ઓસ્ટ્રિયાની ઓથોરિટીને સ્કીયર્સ અને વાહનચાલકોને રસ્તા પર નિકળવાની મનાઇ કરી છે. આજે મંગળવારે પણ અહીં વધુ 48 ઇંચ હિમવર્ષા થવાની શક્યતાઓ છે. હાલ બરફવર્ષામાં ફસાયેલા લોકોના રેસ્ક્યૂ ઓપરેશન માટે હેલિકોપ્ટર અને રેસ્ક્યૂ ટીમને તૈયાર કરી દેવામાં આવી છે.

    તમામ મુખ્ય રસ્તાઓ બંધ, રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી

    બાલ્વારિયા ઓથોરિટીના જણાવ્યા અનુસાર, રવિવારથી થઇ રહેલી બરફર્ષાના કારણે પ્રદેશના તમામ મુખ્ય રસ્તાઓ અને ટ્રેન લાઇન બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓસ્ટ્રિયાના સ્ટીઅરમાર્ક પ્રદેશમાં શાળા-કોલેજો આજે મંગળવાર સુધી બંધ કરી દેવામાં આવી હતી.

    ભારે હિમવર્ષા અને ધુમ્મસના કારણે રેસ્ક્યૂ ઓપરેશમાં મુશ્કેલીઓ આવી રહી છે. આ ઉપરાંત નેધરલેન્ડ્સમાં પણ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. નેશનલ કેરિયરે આજે 159 ફ્લાઇટ્સ કેન્સલ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments