Wednesday, December 8, 2021
Homeજલ્દીથી ભારતીયોને મળી શકે છે ચિપ વાળા ઇ-પાસપોર્ટની ભેટ
Array

જલ્દીથી ભારતીયોને મળી શકે છે ચિપ વાળા ઇ-પાસપોર્ટની ભેટ

મોદી સરકાર તરફથી ભારતીયોને જલ્દીથી એક નવી ભેટ મળી શકે છે. જલ્દી દેશમાં પેપર પાસપોર્ટની જગ્યા ચિપ બેસ્ડ ઇ પાસપોર્ટ મળી શકે છે. બુધવારે પીએમ મોદીએ કહ્યું કે સરકાર એક સેન્ટ્રલાઇઝ્ડ પાસપોર્ટ સિસ્ટમ પર કામ કરી રહી છ, જે હેઠળ દુનિયાભરમાં દૂતાવાસો અને ભારતીય રાજદૂતાવાસોથી જ તમામ પાસપોર્ટ સેવાઓ પૂરી કરવામાં આવે.

પીએમ નરેન્દ્ર મોદીએ વારણસીમાં થઇ રહેલા પ્રવાસી ભારતીય દિવસ 2019ના ઉદ્ધાટન સમારોહમાં કહ્યું, ‘દુનિયાભરના ભારતીય રાજદૂતો અને દૂતાવાસોને પાસપોર્ટ સેવા પ્રોજેક્ટથી જોડાવામાં આવી રહ્યા છે.’ પીએમ મોદીએ એવી પણ જાહેરાત કરી રે સરકાર PIO અને OCI કાર્ડ્સ માટે વીઝા જારી કરવાની પ્રક્રિયાને સરળ કરવાનું કામ કરી રહી છે.

એમને કહ્યું કે સરકારનો પ્રયત્ન છે કે દુનિયાભરમાં જ્યાં પણ ભારતીય રહે છે એ ખુશ અને સુરક્ષિત રહે, એમને એવું પણ કહ્યું કે વિદેશોમાં આશરે 2 લાખથી વધારે ભારતીય સમસ્યાનો સામનો કરી ચુક્યા છે અને છેલ્લા સાડા ચાર વર્ષથી સરકાર એમની મદદ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments