જળ સેવા એ જ પ્રભુસેવા’ સૂત્રને સાર્થક કરતા શહેરના યુવાનો દ્વારા હળવદ મેન રોડ પર પરબો ઊભી કરાઇ

0
67

મોરબી જિલ્લામાં ગરમીનો પારો 42થી 45 ડીગ્રી સુધી પહોંચતા કાળઝાળ ગરમીમાં લોકોની તરસ છીપાવવા ઝાલાવાડવાસીઓએ જલ સેવાનો યજ્ઞ શરૂ કર્યો છે. જેમાં હળવદ શહેર આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીના યુવા મંડળ તેમજ વેગડવાવ,માનસર,સહિતના અનેક વિસ્તારોમાં ઠંડા વોટરની પરબો ઉભી કરાઈ છે.

જેમાં દરેક જગ્યાએ અંદાજે 12 લીટરનો નાઈન ત્યાર કરવામાં આવી છે. અને નિશુલ્ક પાણી પીવડાવવામાં આવે છે.

હળવદ શહેર તેમજ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો મોટા પ્રમાણમાં શહેરમાં ખરીદી અર્થે આવતા હોય છે ત્યારે પાણીની પરબ રણમાં મીઠી વીરડી સમાન બનતી હોય છે અને લોકો ઠંડુ પાણી પી ને સવા કરતા લોકોને આશિર્વાદ આપતા હોય છે.

આજીવન ઉનાળામાં ઠંડુ પાણી પીવડાવવાની પ્રતિજ્ઞા લીધી છે .

લોકોના સહકારથી પરબ શરૂ કરી છે. ગરમીમાં લોકોને ઠંડુ પાણી પીવડાવીએ ત્યારે તેમનો હાશકારો જોઇ આત્મસંતોષની લાગણી મળે છે.

રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here