Thursday, September 23, 2021
Homeજવાનોને સંબોધતા PM મોદીએ કહ્યું- દેશની સુરક્ષા માટે CISFની મહત્વની ભૂમિકા
Array

જવાનોને સંબોધતા PM મોદીએ કહ્યું- દેશની સુરક્ષા માટે CISFની મહત્વની ભૂમિકા

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી આજે CISFના 50મા સ્થાપના દિવસ પર આયોજિત સમારંભમાં ઉપસ્થિત રહ્યાં છે. તેઓએ CISFના જવાનોની સલામી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. થોડીવારમાં તેઓ જવાનોને સંબોધિત કરશે. પીએમ મોદી ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં CISFની 5મી બટાલિયન કેમ્પમાં આયોજિત સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાં છે. તેઓ 6 અધિકારી અને એક જવાનને પણ સન્માનિત કરશે.

સ્વંતત્ર ભારતનાં સપનાઓને સાકાર કરવા માટે CISFની મહત્વની ભૂમિકા

મોદી- પીએમ મોદીએ CISFનાં સલામી પરેડને સંબોધતા કહ્યું કે, CISFની ભૂમિકા દેશની સુરક્ષા માટે ઘણી મહત્વની છે. જ્યારે દુશ્મન યુદ્ધ કરવાની સ્થિતીમાં ન હોય ત્યારે તે દેશની અંદર આતંકી પ્રવૃત્તિઓને વધારી દે છે. આ પ્રકારની પરિસ્થિતીઓમાં સુરક્ષાની જવાબદારી લેનાર CISFની ભૂમિકાની મહત્વપૂર્ણ બની જાય છે. સ્વંતત્ર ભારતનાં સપનાઓને સાકાર કરવા માટે સીઆઈએસએફ મહત્વપૂર્ણ એકમ છે.

3129 જવાન અને CISFની સ્થાપના

CISFની સ્થાપના 10 માર્ચ, 1969ના રોજ થઈ હતી. શરૂઆતમાં CISFમાં 3,129 જવાનો હતા. તેની સ્થાપના સંવેદનશીલ એકમોને સુરક્ષા આપવા માટે કરવામા આવી હતી.વર્તમાન સમયમાં CISF દિલ્હી મેટ્રો અને IGI સહિત દેશભરનાં મુખ્ય 59 એરપોર્ટની સુરક્ષાની સાથો સાથ મુખ્ય સરકારી ઈમારતો, પરમાણુ સંસ્થા, ઐતિહાસિક ઈમારતો અને અંતરિક્ષ કેન્દ્રની સુરક્ષા માટે તહેનાત છે.

હાલમાં CISFમાં આશરે 1.50 લાખ જવાનો તથા અધિકારીઓ છે. મહત્વનું છે કે કંધાર પ્લેન હાઈજેક બાદ CISFને દેશનાં તમામ એરપોર્ટની દેખરેખ અને સુરક્ષાની જવાબદારી સોંપવામા આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments