Friday, December 3, 2021
Homeજવાહર ચાવડાએ કેબિનેટ પ્રધાન તો યોગેશ પટેલ અને હકુભાએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે...
Array

જવાહર ચાવડાએ કેબિનેટ પ્રધાન તો યોગેશ પટેલ અને હકુભાએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા

ગાંધીનગર: રાજભવન ખાતે જવાહર ચાવડા, યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાની શપથવિધિ યોજાઈ હતી. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ ત્રણેય ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવ્યા હતા. જવાહર ચાવડાએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા. જ્યારે યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથવિધિ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન અને મંત્રીમંડળના સભ્યો પણ હાજર રહ્યાં હતાં.


નીતિન પટેલનું નિવેદનએક કેબિનટ મંત્રી અને બે રાજ્યકક્ષાના મંત્રીએ શપથ લીધા છે. ખાતાની ફાળવણી પાછળથી થશે. મંત્રી પોતાની અનુકુળતા પ્રમાણે ચાર્જ લેશે. સંસદીય સચિવની હાલ કોઈ જાતની ચર્ચા નથી.

કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં ભળેલા સી.કે. રાઉલજીનો મંત્રીમંડળમાં સમાવેશ નથી કરાયો. પરંતુ પાર્ટી તરફથી તેમને પંચમહાલ બેઠક પર ચૂંટણી લડાવવાની બાંહેધરી મળી હોવાનું બહાર આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments