જવાહર ચાવડાના રાજીનામા બાદ કુંવરજીએ આપ્યું એવું નિવેદન કે કોંગ્રેસની ઊંઘ ઉડી જશે

0
27

ગુજરાત કોંગ્રેસમાંથી એક પછી એક ધારાસભ્ય ભાજપમાં જોડાવા લાગ્યા છે. છેલ્લા 6 મહિનામાં કોંગ્રેસના ચાર ધારાસભ્યો કોંગ્રેસનો સાથ છોડી ચૂક્યા છે. ભાજપમાં સામિલ થયા છે. સૌપ્રથમ કોંગ્રેસમાંથી કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા. જેમને બાદમાં ભાજપમાંથી જસદણ વિધાનસભા જીત્યા હતા. તો બીજી તરફ માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ પણ લોકસભાની ચૂંટણી પહોલા કોંગ્રેસનો સાથ છોડ્યો છે. તેઓ સતત 4 ટર્મથી    ધારાસભ્ય પદે ચૂંટાઇ રહ્યા હતા. ત્યારે જવાહર ચાવડાના રાજીનામાંથી કોંગ્રેસમાં મોટો ફટકો પડ્યો છે. તો        જવાહર ચાવડા જૂનાગઢથી લોકસભાની ચૂંટણી લડી શકે તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે.

કુંવરજી બાવળીયાએ આપી પ્રતિક્રિયા 
કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમા જોડાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે આ મામલે કેન્દ્રીય મંત્રી કુવરજી બાવળીયાએ પ્રતિક્રિયા આપી છે કે, કોંગ્રેસ દ્વારા યુવા નેતાઓને સાચવવામાં આવી રહ્યા છે. સિનિયર નેતાઓની અવગણના કરવામાં આવે છે. જેના કારણે કોંગ્રેસના સિનિયર નેતાઓ નારાજ થયા છે.

સાથે જ તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસમાં જુનિયર નેતાઓની નોંધ લેવામા આવે છે. સિનિયર નેતાઓની નોંધ લેવાતી નથી. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસના 4થી 5 જેટલા ધારાસભ્યો નારાજ છે. આગામી દિવસોમાં તેઓ પણ પક્ષ પલટો કરી શકે છે.

કોંગ્રેસે આપી પ્રતિક્રિયા
ભાજપ વિકાસના નામ પર રાજનીતિ કરી રહી છે. ભાજપ નબળો પક્ષ છે તેથી કોંગ્રેસને તોડે છે. ભાજપ જીતી શકે તેવી સ્થિતિમાં નથી. ભાજપને હારનો ડર છે તેથી કોંગ્રેસને તોડે છે. ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત છે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ કરતા 1 સીટ વધુ જીતી બતાવશે. ભાજપ લાલચ આપી રહી છે. પક્ષ કરતા પણ પ્રજા સાથે વિશ્વાસઘાત ન કરવો જોઈએ. કોંગ્રેસ એટલી મજબૂત છે કે કોઈની જરૂર નથી. જવાહર ચાવડાએ કોઈ સાથે વાત કરી નથી. જવાહર ચાવડાનો પક્ષ સાથે કોઈ અસંતોષ ન હતો. ભાજપના મંત્રીઓની જનતામાં કોઈ વેલ્યૂ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here