Monday, October 18, 2021
Homeજસદણના કાનપર નજીક થયેલી હત્યામાં યુવાનની લાશને ઢસડીને ટેમ્‍પોમાં મૂકી હતી
Array

જસદણના કાનપર નજીક થયેલી હત્યામાં યુવાનની લાશને ઢસડીને ટેમ્‍પોમાં મૂકી હતી

જસદણ: ખોડિયાર મંદિર નજીક શુક્રવારે સાંજના 6 વાગ્યા આસપાસ કોટડાસાંગણી તાલુકાના જુના રાજપીપળા ગામના શૈલેષભાઈ અરજણભાઈ ડાભી(ઉ.વ.35)ની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, રાજ પીપળીયામાં ગત શુક્રવારે એક દુકાનમાં ડીઝલ માટે આ યુવાન ગયો હતો તેના સીસીટીવી ફુટેજ પણ પોલીસને મળ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં 4થી 5 શખ્‍સો તે ટેમ્પોમાં બેઠેલા નજરે પડ્યા હતા. મૃતક બે મોબાઈલ રાખતો હતો પરંતુ તેની લાશ પાસેથી બે મોબાઈલ પૈકી એન્‍ડ્રોઈડ મોબાઈલ ગુમ હતો અને સાદો ફોન તેમના ખીસ્‍સામાં હતો. તેના ખીચામાં રહેલું પૈસાનું પાકીટ પણ ગુમ હતું. મૃતકને જે દોરડાથી ગળેફાંસો અપાયો તે દોરડું પણ તેમના ગળામાં જ હતું. શરીર પર ઝપાઝપીના નિશાન હોવાનું અને લાશને ઢસડી પછી જ છોટાહાથી ટેમ્‍પોમાં ડ્રાઈવર કેબીનમાં મૂકી દેવાયાનું પોલીસ તપાસમાં ખુલ્‍યું હતું.

શૈલેષ ગત ગુરૂવારે રાત્રીના 8 વાગ્યે ફેરો કરવા જાઉ છું કહી છોટાહાથી લઈને ઘરેથી નીકળ્યો હતો. બાદમાં શુક્રવારે સાંજે 6 વાગ્યે કાનપર ગામ નજીકથી તેની લાશ મળી આવી હતી. આ બનાવમાં અજાણ્યા શખ્સોએ મૃતક યુવાનની આંખમાં મરચાની ભૂકી નાખી ગળેફાંસો દઈ હત્યા કરી હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી હતી. આ હત્‍યાનો ભેદ ઉકેલવા ગોંડલ ડી.વાય.એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ આટકોટના પીએસઆઈ બી.એફ.ચૌધરી અને તેમની ટીમે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ બનાવમાં મૃતકના પરિવારજનોએ જણાવ્‍યું હતું કે, શૈલેષને કોઈની સાથે વેરઝેર નહોતું અને વ્‍યસની પણ નહોતો. તો આ હત્‍યાં કોણે કરી હશે તેવા સવાલો કર્યા હતા. મૃતકને સંતાનમાં એક 13 વર્ષની પુત્રી અને 9 વર્ષનો પુત્ર છે. મૃતક યુવાન ટેમ્‍પોના ભાડા સાથે પોતાની ખેતીમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ હત્‍યાના બનાવમાં મૃતકના ભાઈની ફરિયાદના આધારે આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments