Wednesday, December 8, 2021
Homeજસદણના કાનપર નજીક લૂંટના ઈરાદે યુવકની હત્યા કરાઈ
Array

જસદણના કાનપર નજીક લૂંટના ઈરાદે યુવકની હત્યા કરાઈ

જસદણ: કાનપર અને સાણથલી ગામ વચ્ચે આવેલા ખોડિયાર મંદિર નજીકથી અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેથી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સોએ યુવાનની આંખમાં મરચાંની ભૂકી છાંટી ગળાફાંસો દઈ હત્યા કરી હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે. હાલ પોલીસે યુવકના મૃતદેહનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત અનુસાર જસદણ તાલુકાના સાણથલીથી કાનપર ગામ જવાના કાચા રસ્તે આવેલા ખોડિયાર મંદિર નજીક સાંજના 6 વાગ્યા આસપાસ એક અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની દેતડિયા ગામના સરપંચ વિજયભાઈ વાળાએ આટકોટ પોલીસ મથકમાં જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં આટકોટ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવાન કોટડાસાંગણી તાલુકાના જૂના રાજપીપળા ગામના શૈલેષભાઈ અરજણભાઈ ડાભી (ઉ.વ.35) હોવાનું જાણવા મળ્યું હતું.

આટકોટ પોલીસે મૃતકના પરિવારજનોનો સંપર્ક કરતા તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે, આ યુવાન ગુરુવારે રાત્રીના 8 વાગ્યે ફેરો કરવા જાવ છું કહી છોટાહાથી લઈને ઘરેથી નીકળ્યો હતો. પરંતુ મોડી રાત્રી દરમિયાન મોબાઈલ સંપર્ક ન થતા તેની શોધખોળ આદરી હતી. બાદમાં સાંજે 6 વાગ્યે યુવાનની લાશ મળતા કોળી પરિવારમાં ઘેરોશોક છવાઈ ગયો હતો. હાલ પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments