જસદણના બળધોઇ નજીક કારે બાઇકને ટક્કર મારતા પિતા-પુત્રીનું મોત

0
23

આટકોટ: ભાવનગર-રાજકોટ હાઇવે પર જસદણના બળધોઇ ગામ નજીક કારે બાઇકને ટક્કર મારતા બાઇક ફંગોળાઇને બાજુના ખેતરમાં પડ્યું હતું. બાઇક પર સવાર નારાયણભાઇ માંડણભાઇ સુવાણ અને તેની પુત્રી રસીલાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે નારાયણભાઇની પત્ની સવીતાબેનને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત થતા કારચાલકે પણ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ખાડામાં ઉતરી ગઇ હતી. કાર બીજપોલ સાથે અથડાઇ હતી પરંતુ સદનસીબે વીજપોલ ધરાશાયી ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી. બનાવના પગલે આટકોટ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here