જસદણમાં પાક નિષ્ફળ જતા ખેડૂતે ઝેરી દવા પીધી, છ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી

0
90

જસદણ: જસદણના ગોખલાણા રોડ પર આવેલા રામેશ્વરનગરમાં ગોકળભાઇ લાખાભાઇ નાગચ (ઉ.45) નામના ખેડૂતે પાક નિષ્ફળ જતા પોતાની વાડીએ જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આથી છ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં શોકની લાગણી જોવા મળી હતી.

ગોકળભાઇની પત્ની શાંતુબેને પતિના મોતથી આક્રંદ કર્યું હતું. મૃતકને સંતાનમાં પાંચ દિકરીઓ સપના, સોનુ, વિરલ, હીના અને નીશા તેમજ ત્રણ વર્ષનો દિકરો જનક છે. 20 વિઘા જમીનમાં વાવેલો પાક નિષ્ફળ જતા આ પગલું ભરી લીધું હતું.

પરિવારજનોએ જણાવ્યું હતું કે, ગત ચોમાસામાં વરસાદ ઓછો થતા ખેતરમાં ઉભો પાક નિષ્ફળ ગયો હતો. આથી ગોકળભાઇ અવારનવાર કહેતા કે આ વર્ષે પણ દેવું ચડી જશે. તેમજ સરકાર વાત ન સાંભળે ત્યાં સુધી મૃતદેહન સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here