જસદણ પાસ કન્વીનરે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, વીડિયો વાઇરલ

0
35

જસદણ: જસદણ પાસ કન્વીનર સુનિલ ખોખરીયાએ આટકોટમાં ભરબજારમાં લગ્ન પ્રસંગમાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોટામાંથી સુનિલ ફાયરિંગ કરતો હોય તેવું દેખાય છે.

આ અંગે સુનિલ ખોખરીયાનો સંપર્ક કરતા તેણે ફોન ઉપાડ્યો નહોતો. સુનિલના સંબંધીમાં કોઇના લગ્ન હોય હવામાં ફાયરિંગ કર્યું હતું. સુનિલના મિત્રવર્તૂળમાંથી જાણવા મળ્યું હતું કે, સુનિલે ભૂંડ ભગાવવા માટે ઉપયોગમાં લેવાતી બાર બોરની બંદુકમાંથી ફાયરિંગ કર્યું હતું. પરંતુ વીડિયોમાં જોટા દેખાઇ રહ્યો છે. આ અંગે આટકોટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ભારતીબેન ચૌહાણનો સંપર્ક કરતા તેનો ફોન સતત વ્યસ્ત આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here