Saturday, October 23, 2021
Homeજાંબુઘોડા પાસે સ્કૂલના પ્રવાસે જઇ રહેલી લક્ઝરી બસને ટ્રકે ટક્કર મારી, 50...
Array

જાંબુઘોડા પાસે સ્કૂલના પ્રવાસે જઇ રહેલી લક્ઝરી બસને ટ્રકે ટક્કર મારી, 50 વિદ્યાર્થીઓનો બચાવ

પંચમંહાલઃ જાંબુઘોડા તાલુકાના નારુકોટ ગામ પાસે આજે સવારે સ્કૂલના પ્રવાસે જઇ રહેલી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સદનસીબે 50 વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો. જ્યારે એક શિક્ષક ઇજાગ્રસ્ત થયા હતા.

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના કાલીયા કોટા ગામની પ્રાથમિક શાળાના બાળકો સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે લક્ઝરી બસમાં જઇ રહ્યા હતા. આ સમયે ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રક ઝાડ સાથે જઇને ટકરાઇ હતી. અને બસના પાછળના ટાયર ખાડામાં ઉતરી ગયા હતા. જેથી બસમાં બેઠેલા બાળકો ચીસાચીસ કરી મૂકી હતી.

અકસ્માતને પગલે લોકો દોડી આવ્યા હતા અને સ્કૂલ બસમાંથી બાળકોને સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જાંબુઘોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments