જાણો આજે PM મોદીને માતા હીરાબાએ શુકનમાં શું આપ્યું?

0
48

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઇ પણ મોટુ કામ કરતા પહેલા ચોક્કસથી પોતાની માતાના આશીર્વાદ લે છે. આજે દેશભર માં લોકસભા ચૂંટણીનાા ત્રીજા તબક્કામાં મતદાન થઇ રહ્યુ છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર મતદાન થઇ રહ્યુ છે. PM નરેન્દ્ર મોદી પણ મતદાન કરવા માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા, જે પહેલા તેમને પોતાની માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન PM મોદીની માતા હીરાબાએ તેમને ભેટ આપી હતી. 2014માં પણ ચૂંટણીમાં મતદાન કરતા પહેલા નરેન્દ્ર મોદીએ પોતાની માતાના આશીર્વાદ લીધા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઇ પણ મોટુ કામ કરતા પહેલા ચોક્કસથી પોતાની માતાના આશીર્વાદ લે છે. આજે દેશભરમાં લોકસભા ચૂંટણીનાા ત્રીજા તબક્કામાં મતદાન થઇ રહ્યુ છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર મતદાન થઇ રહ્યુ છે. PM નરેન્દ્ર મોદી પણ મતદાન કરવા માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા, જે પહેલા તેમને પોતાની માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન PM મોદીની માતા હીરાબાએ તેમને ભેટ આપી હતી. 2014માં પણ ચૂંટણીમાં મતદાન કરતા પહેલા નરેન્દ્ર મોદીએ પોતાની માતાના આશીર્વાદ લીધા હતા.

જે પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદની રાણીપની નિશાન હાઇસ્કૂલમાં મતદાન મથક પર પહોંચ્યા જ્યાં તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા પહેલા ખુલ્લી જીપમાં સવાર થઇને મતદાન મથક સુધી ગયા અને લોકોનું અભિવાદન ઝીલ્યુ. આ સાથે જ મીડિયા સાથે વાત કરતા મોદીએ પત્રકારનો ખબર અંતર પૂછ્યા અને કહ્યુ કે- ”બધા મજામા છોને, બહુ મહેનત પડી હશે. આજ પછી આરામ કરજો બધા.” આ પછી મોદીએ દેશવાસીઓને મતદાન કરવા માટે અપીલ કરીને જણાવ્યું, આ પછી મોદીએ કહ્યુ કે, ”આજે આખા દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે. મારું આ સૌભાગ્ય છે કે ,મને આજે મારું કર્તવ્ય નિભાવવા મળી રહ્યુ છ. મારા હોમ સ્ટેટ ગુજરાતમાં આ સક્રિય ભાગીદારી નિભાવવાની તક મળી છે.”

ઉલ્લેખનીય છે કે, 2014 ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ એટલે કે 26 સીટ પર જીત મેળવી હતી, આ વખતે પણ રાજ્યમાં ગત વખત જેવુ જ પ્રદર્શન થાય તે માટે ભાજપે મહેનત કરી છે. 2014 ચૂંટણીમાં પીએમ મોદીએ ગુજરાતના વડોદરા અને યૂપીના વારાણસી સીટ પરથી ચૂંટણી લડી હતી, જે પછી વડોદરાની સીટ છોડી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here