જાણો- ક્યાથી આવ્યો ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’નો લોકપ્રિય ડાયલૉગ

0
55

બૉલીવુડ હૉટી વિક્કી કૌશલની ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ અત્યાર સુધી બૉક્સ ઑફિસ પર પોતાનુ પ્રભુત્વ જમાવી દીધુ છે. ફિલ્મની સ્ક્રીપ્ટ અને વિક્કીના અભિનય સિવાય તેનો ડાયલૉગ ‘હાઉ ઈઝ ધ જોશ?’ જબરજસ્ત રીતે છવાયેલો છે. રાજનેતાઓથી લઇને સામાન્ય જનતા સુધી દરેક લોકો ડાયલૉગનો ઉપયોગ કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેની સાથે જોડાયેલા છે. વિક્કી જાતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ ડાયલૉગનો ઉપયોગ વીડિયો શેર કરીને કરે છે, પરંતુ જો તમે ડાયલૉગની પાછળની કહાનીથી અજાણ હશો.

આ અંગે હાલમાં ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય ઘરેએ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે આ ડાયલૉગ તેમણે પોતાના શૈશવકાળથી લીધો છે. તેમના અમૂક મિત્રો ડિફેન્સ બેકગ્રાઉન્ડથી હતા, જેની સાથે તેઓ આર્મી ક્લબ જતા હતાં.

View this post on Instagram

Dirty dancing…

A post shared by Vicky Kaushal (@vickykaushal09) on

તેઓ દિલ્હીમં એક જગ્યા પર ક્રિસમસ અથવા ન્યૂયર પાર્ટી માટે જતા હતાં, જ્યાં એક રીટાયર્ડ બ્રિગેડિઅર હતા, જે ડાયલૉગ બોલતા હતાં. તેઓ બધા બાળકોને એક લાઈનમાં ઉભા કરતા હતા, તેમના હાથમાં એક ચૉકલેટ હતી, પછી તેઓ બોલતા હતાં, ‘હાઉ ઈઝ ધ જોશ?’, જે બાળક ખૂબ જ તિવ્રતાથી ‘હાય સર’ બોલતો, તેને તેઓ ચોકલેટ આપતા હતાં. આદિત્યએ જણાવ્યું કે ખાવાના શોખીન હોવાથી તેઓ સૌથી જોરથી બોલતા હતા અને ચૉકલેટ જીતી લેતા હતાં.

https://www.instagram.com/p/Bsu7dpXl65E/?utm_source=ig_embed

આદિત્ય આ ડાયલૉગથી મળી રહેલી લોકપ્રિયતાથી ખૂબ જ ખુશ છે. તેમણે જણાવ્યું કે સેનાના ખૂબ જ ઓછા લોકો આ લાઈનનો ઉપયોગ કરે છે. આ એવી ચીજ નથી, જેને મોટાપાયે ઉપયોગ કરવામાં આવે છે. અહીં જણાવવાનુ કે ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં ફિલ્મ 11 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રીલીઝ થઇ હતી અને રીલીઝ થયા બાદ 28 દિવસમાં આ ફિલ્મે 200 કરોડથી પણ વધુની કમાણી કરી લીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here