Saturday, August 20, 2022
Homeજાણો !!! રાહુ-કેતુની પીડા શું ? અને કૃપા શું ?
Array

જાણો !!! રાહુ-કેતુની પીડા શું ? અને કૃપા શું ?

- Advertisement -

રાહુ અને કેતુ શું છે ?

જ્યારે શ્રીવિષ્ણુ સમુદ્રમાંથી પ્રાપ્ત થયેલા અમૃતની દેવોને વહેંચણી કરતા હતા ત્યારે રાહુ નામનો અસુર દેવોની પંગતમાં છળ કરી બેસી ગયો. શ્રીહરિને આ વાતનો ખ્યાલ આવી ગયો કે રાહુ કપટ કરી દેવોની પંક્તિમાં બેસી ગયો છે. હવે, શ્રીહરિ સ્વયં અમૃતની વહેંચણી કરવા નીકળ્યા હતા માટે, શ્રીહરિ પંક્તિભેદ ન કરી શકે. વળી, પંક્તિભેદ કરવું તે શાસ્ત્રમાં પાપકર્મ કહેવાયું છે. રાહુનો શિરચ્છેદ થતા મસ્તક ઉત્તર તરફ જઈને પડ્યું અને ધડ દક્ષિણ તરફ પડ્યું. આમ, જે મસ્તક હતું તે રાહુ અને ધડ તે કેતુ કહેવાયું. ખગોળીય ઘટનાને આધારે એક પ્રકારે એમ પણ કહેવાય સૂર્યને ચંદ્ર જ્યાં છેદે છે તે બે છાયાબિંદુ ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ કહેવાય છે. આ બેઉ છાયા ગ્રહ છે, દેખિતા ગ્રહ નથી.

  • રાહુ કેવા પ્રકારની પીડા આપી શકે છે અને તેના નિવારણ અર્થે શું કરી શકાય ?

રાહુ એ ચાંડાળ વર્ણ છે. મલેચ્છ છે. ક્રૂર સ્વભાવનો પાપ ગ્રહ છે. તે સંસારના સુખનો કારક છે. રાહુનું કાર્ય મુખ્યત્વે તુષ્ણા, માયામાં આકર્ષણ, પ્રેમ, પરણવું, પૈસા ભેગા કરવા, મોહ હોવો, સમાજમાં અયોગ્ય વર્તનની પ્રેરણા આપનાર છે. વળી, રાજનીતિ, કૂટનીતિ અને લોભનો કારક પણ છે. રાહુનું મૂળ કાર્ય વાતને ગોટાળે ચડાવવાનું છે. શાસ્ત્રમાં રાહુને ઉધઈ, ભ્રમ, વહેમ, પ્રેત વગેરે સાથે રાહુને સંબંધ છે તેમ કહેવાયું છે.

દરેક ગ્રહ પોતપોતાની લાક્ષણિકતા પ્રમાણે રોગ આપતો હોય છે. આ સંબંધે રાહુ દ્વારા વ્યક્તિને થતા રોગ વાઈ, ઓરી, અછબડા, શીતળા, ચેપીરોગો, શરીરમાં જીવડા પડવા, આપઘાત કરવો, દવાઓની આડઅસર થવી, ઝેરી જીવજંતુઓથી દર્દ થવા, સમજાય નહીં તેવા દર્દ થવા, મોટા કૌભાંડના સૂત્રધાર થવું અને અંતે જેલવાસ થવો એ રાહુ દ્વારા ઉપજાવેલી પરિસ્થિતિ છે.

રાહુ જો કુંડળીમાં સારો હોય, એટલે કે યોગ્ય સ્થાનમાં અને યોગ્ય રાશિમાં હોય તો રાહુપ્રધાન વ્યક્તિ જીવનમાં પ્રત્યેક કાર્ય કુનેહપૂર્વક પાર પાડવાવાળો થાય, રાજનીતિમાં આગળ વધી શકે, ઉત્તમ જ્યોતિષી થઈ શકે, પરદેશમાં સ્થાઈ થઈ પ્રગતિ કરી શકે, મોટી કમાણી કરી શકે છે, કોઈપણ હિસાબે પોતાના ધ્યેયને વળગી રહી પોતાના કાર્યને સિદ્ધ કરવાનો ઉત્સાહ રાહુ અર્પણ કરે છે. રાહુ વ્યક્તિને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે. આ વાત બેઉ બાજુ લાગુ પડે છે. જોરદાર ચડતી અને જોરદાર પડતી રાહુ આપી શકે છે.

  • રાહુનું તત્ત્વ – જળ-વાયુ છે. સ્વભાવ – તમસ. રત્ન – ગોમેદ કે ગનસ્ટોન. ધાતુ – સીસુ અને સ્થાન – રાફડો.
  • રાહુની શાંતિ માટેના ઉપાય –
  • જો કાલસર્પ યોગ હોય તો તેની શાંતિ કરાવવી જોઈએ (2) શિવજીને ચાંદીના સર્પ-સર્પિણી અર્પણ કરવા જોઈએ. (3) ચાણોદ જઈને રાહુની શાંતિ કરાવી શકાય છે. (4) નાગ નથૈયા શ્રીકૃષ્ણનો ફોટો પાકીટમાં રાખવો. (5) શિવજીને દૂધ અને કાળાતલ ચઢાવવા (6) શ્રાવણ માસમાં રૂદ્રાષ્ટકંનો પાઠ કરવો જોઈએ (7) આછા નીલા રંગના વસ્ત્ર પહેરવાથી પણ રાહુની પીડાનું શમન થઈ શકે છે – કોઈ વિદ્વાન જ્યોતિષી પાસે જન્મકુંડળીનો અભ્યાસ કરાવી તે રાહુપીડાનો ઉપાય મેળવવો. (8) નાગપાંચમે ઘરમાં પાણિયારે નાગ ચિતરવા અને નાગદેવનું પૂજન પણ કરવું.
  • કેતુ કેવા પ્રકારની પીડા આપી શકે છે અને તેના નિવારણ અર્થે શું કરી શકાય ?

કેતુ એક માથા વિનાનો રાક્ષસ છે. કેતુપ્રધાન વ્યક્તિ સાપ પકડવા જાય. ભિક્ષા માંગવા જાય. વળી, જુદા જુદા ઘણાં મંત્રોનો જાણકાર પણ થાય. કેતુના પ્રભાવવાળો જાતક સેવક હોય છે. સંસાર છોડાવી સંન્યાસ લેવડાવનાર ગ્રહ કેતુ છે.

અતિ અગત્યની વાત – કેતુ એ જોડ તોડનો ગ્રહ છે. અચાનક સંબંધ તૂટી જવો. તૂટેલો સંબંધ પુનઃ બંધાઈ જવો વગેરે કેતુનું કાર્ય છે. કેતુ વાતના બે ટુકડા નથી કરતો પણ કેતુ તિરાડ પાડે છે. સમયાંતરે તિરાડ સંધાઈ પણ શકે છે. આકસ્મિક લગ્નસંબંધ તૂટવા, આકસ્મિક સંબંધ જોડાવા આ બધુ કાર્ય કેતુનું છે. વિદ્વાન જ્યોતિષી પાસે જન્મકુંડળીનો અભ્યાસ કરાવી પોતાની જન્મકુંડળી અનુસાર કેતુપીડાના ઉપાય મેળવવા.

કેતુના દર્દમાં રિબાવાની વાત નથી આવતી. કેતુ ટૂંકાગાળાના દર્દ આપે છે. કાં તો વ્યક્તિ સાજો થઈ જાય, કાં તો અચાનક મૃત્યુ પામી જાય. આ પ્રકારની અચાનકતા કેતુના આધિપત્ય હેઠળ આવે છે.

કેતુનું રત્ન વૈડુર્ય છે. (1) ગાયનું દાન કરવાથી કેતુની પીડામાંથી મુક્તિ મળે. (2) ગણેશજીની ઉપાસના કરવાથી પણ કેતુની પીડાનું શમન થઈ શકે છે (3) મંગળવારે ગરીબ વ્યક્તિને ઘઉંના દાન આપવાથી પણ કેતુની પીડાનું શમન થઈ શકે છે (4) ભૈરવની સ્તુતિ કરવાથી પણ રાહુ-કેતુની પીડાનું શમન થાય છે – પણ જન્મકુંડળી અનુસાર જ ઉપાય કરવા જોઈએ.

  • કેતુના કાર્યક્ષેત્રમાં શું આવે

સેવાકીય સંસ્થા, પાગલખાના, જેલ, જાસૂસી કાર્ય, હથિયારો, અચાનકતા, મનોચિકિત્સા વગેરે કેતુનું કાર્યક્ષેત્ર છે.

  • કુંડળીમાં રાહુ-કેતુની પીડા છે તે શેના ઉપરથી સમજી શકાય ?

કેતુ જે સ્થાનમાં હોય તેને અનુલક્ષીને જે બાબતો હોય તેના માટે ખૂબ તડપ આપે છે. રાહુ જે સ્થાનમાં હોય તે પ્રત્યે થોડો ગૂંચવાડો ઊભો થાય. રાહુ જે સ્થાનમાં બિરાજમાન હોય તે સ્થાન વિષયક થોડું દુર્લક્ષ સેવાય. જે તે સ્થાનને લગતી બાબતોમાં તમે ગમે તેટલો પ્રયત્ન કરો તો પણ તે સિદ્ધ ન થાય. તમારી સાથે છળકપટ થાય. સ્વપ્નમાં સાપ દેખાય. પ્રેતની પીડાનો અહેસાસ થાય. વળી, જો જન્મકુંડળીમાં સૂર્ય અને ચંદ્ર સાથે રાહુ-કેતુ જોડાયેલા હોય તો એક પ્રકારનો દોષ પણ કહેવાય છે. તેનું શમન અવશ્ય કરાવવું જોઈએ.

રાહુ અને કેતુ આ બે ગ્રહના નામ સાંભળી અંતરમાં ડર ન બેસાડી દેવો. શાસ્ત્રોક્ત ઉપાય કરવાથી અને ધીરજ રાખવાથી રાહુ અને કેતુ સાથેના સંબંધો સુધરી શકે છે અને તેની કૃપા પણ મેળવી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular