Thursday, October 21, 2021
Homeજાદુ કી ઝપ્પી' એટલે કે Hug કરવાના છે ચોંકાવનારા ફાયદા
Array

જાદુ કી ઝપ્પી’ એટલે કે Hug કરવાના છે ચોંકાવનારા ફાયદા

આપણા ચાહનારાને ગળે મળવાથી જે આનંદ મળે છે તેવો કદાચ બીજી કોઇ વાતમાં નહીં મળતો હોય. ઘણા રિસર્ચમાં સામે પણ આવ્યુ છે કે, જો તમે કોઇને 20 સેકન્ડ જેટલો સમય પણ ગળે મળો તો તમારુ શરીર અને મગજ એકદમ રિલેક્સ થઇ જાય છે.

આપણે એવી દુનિયામાં જીવીએ છીએ કે જ્યાં વર્ચ્યુઅલ કિસ, ઈમોજી ને પ્રેમ તો ઘણો છે, પણ તેને ખરેખર અનુભવવો અઘરો છે. લોકોમાં એકલતા વધી રહી છે ત્યારે હગિંગ એકમાત્ર એવી વસ્તુ છે કે જે તમારી એકલતા ગણતરીની સેકન્ડોમાં જ દૂર કરી દે છે. ભેટવાથી ઓક્સિટોન રિલીઝ થાય છે, અને તેને લવ હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તમારું માઇન્ડ ફ્રેશ કરી દે છે.

પેઇન ફિઝિકલ હોય કે પછી મેન્ટલ, એક જાદુ કી ઝપ્પી તેને ચપટીમાં દૂર કરી શકે છે. ઈઝરાયેલની હનિફા યુનિ. દ્વારા કરાયેલા રિસર્ચ અનુસાર હગિંગ એક પ્રકારની નેચરલ પેઇન કિલિંગ ઇફેક્ટ ઉભી કરે છે. હવેથી તમે ક્યારેય પણ કોઈ દર્દમાંથી પસાર થઈ રહ્યા હો ત્યારે બસ તમારા મનગમતા વ્યકિતને હગ કરજો, પછી જુઓ કેટલી રાહત મળે છે.

લાઈફમાં એવું પણ ઘણી વાર થાય છે કે તમારે સામેવાળાને ઘણું બધું કહેવુ હોય, પરંતુ તેના માટે તમને શબ્દો ન મળતા હોય. આવું થાય ત્યારે કશુંય કર્યા વિના બસ તે વ્યક્તિને ભેટી પડો. એક પણ શબ્દ પણ ઉચ્ચાર્યા વિના તમે તમારી પૂરેપૂરી લાગણી તે વ્યક્તિને માત્ર ગળે લગાડીને વ્યકત કરી શકો છો.

અગાઉ જણાવ્યું તેમ, હગિંગથી તમારા શરીરમાં ઓક્સિટોન નામના હોર્મોનનો સ્ત્રાવ થાય છે. આ હોર્મોન તમને માત્ર માનસિક નહીં, પરંતુ શારીરિક શાંતિ પણ આપે છે. જો તમે ડિપ્રેશનનો શિકાર બન્યા હોય તો તમારા માટે કોઇને ગળે મળવુ સૌથી સારો ઇલાજ છે.

જીવનના મુશ્કેલ તબક્કામાંથી તમે પસાર થઈ રહ્યા હો, અને તે વખતે તમને તમારું કોઇ ચાહીતુ વ્યકિત સામે મળી જાય તો તમે શુ કરશો? સ્વાભાવિક છે કે તમે તેને દોડીને ભેટી જશો. વ્યક્તિને ભેટવાથી  એક પ્રકારની હૂંફ મળે છે, કેટલાક રિસર્ચ અનુસાર, તમે કોઈને બાથ ભરી લો ત્યારે તમારો સ્ટ્રેસ પણ આપોઆપ ઘટી જાય છે. કોઈને ગળે મળવાથી કોર્સિટોલ નામના હોર્મોનનું લેવલ ડાઉન થઈ જાય છે, જેનાથી સ્ટ્રેસ ઘટે છે.

શરીરમાં ઉત્પદન્ન થતું કોર્સિટોલ નામનું હોર્મોન સ્ટ્રેસ વધારતુ હોય છે. બીપી વધી જાય તો હૃદયરોગ થવાનો ખતરો પણ વધી જાય છે. તમે જો કોઈને પણ નિયમિત ગળે લાગતા રહો તો તેનાથી તમારો સ્ટ્રેસ ઘટે છે, જેના લીધે બીપી ઓછુ રહે છે અને સીધો ફાયદો તમારા હાર્ટને થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments