Tuesday, December 7, 2021
Homeજાન્યુઆરીના 27 દિવસમાં સ્વાઈન ફ્લૂના 110 કેસ નોંધાયા, બેનાં મોત
Array

જાન્યુઆરીના 27 દિવસમાં સ્વાઈન ફ્લૂના 110 કેસ નોંધાયા, બેનાં મોત

અમદાવાદ:  શહેરમાં ફરી એક વખત સ્વાઈન ફલુના કેસમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. જાન્યુઆરીના 27 દિવસમાં 110 કેસ નોંધાયા છે જયારે બે વ્યકિતના મૃત્યુ થયાનું હેલ્થ વિભાગે સ્વીકાર્યું છે. ગત જાન્યુઆરીમાં સ્વાઈન ફલુના માંડ પાંચ કેસ અને મૃત્યુઆંક શૂન્ય હતો.

દરેક હોસ્પિટલોને એલર્ટ કરવામાં આવી

  • શહેરમાં છેલ્લે સપ્ટેમ્બર અને ઓકટોબર મહિનામાં સ્વાઈન ફલુના કેસમાં અધધ વધારો થયો હતો. ત્યારબાદ બે મહિના પછી પુન: સ્વાઈન ફલુના કેસમાં અધધ વધારો થતા દરેક હોસ્પિટલોને એલર્ટ કરવામાં આવી છે. ચિંતાજનક રીતે વધારા પાછળનું જવાબદાર અધિકારીઓનુ કહેવુ છે કે, લોકોમાં જાગૃતિ આવી છે અને નિદાન પણ મોટા પ્રમાણમાં થવા લાગ્યુ હોવાના કારણે આ આંકડો મોટો લાગે છે.
  • 2018માં સ્વાઈન ફલુના સૌથી વધુ 322 કેસ સપ્ટેમ્બરમાં હતા અને મૃત્યુઆંક 22 હતો. તે જ રીતે, ઓકટોબરમાં પણ 366 કેસ અને બે વ્યકિતના મૃત્યુ નોંધાયા હતા. આ બે મહિના સિવાય અન્ય દસ મહિનામાં કેસનો આંકડો ડબલ ફિગરમાં જ હતો.પરંતુ આ વર્ષે પહેલા મહિનેથી જ ત્રણ આંકડામાં સ્વાઈન ફલુના કેસ નોંધાયા છે. રાજય સરકારે મ્યુનિ.હેલ્થ વિભાગને તકેદારીના પગલાં લેવા અને નોંધાતા દરેક કેસનુ રિપોટીંગ કરવા આદેશ કર્યો છે.
  • કડકડતી ઠંડીમાં શહેરમાં રોગચાળાએ પણ  માથું ઉંચક્યુ છે. સ્વાઇન ફ્લુ ઉપરાંત, ઝાડા-ઉલ્ટી, મેલેરીયા, ડેંગ્યુ, ચિકનગુનિયા અને ટાઇફોઈડના દર્દીઓની સંખ્યામાં વધારો  થયો છે. જો કે, મ્યુનિ. કોર્પોરેશને રોગચાળાના આ આંકડા ગત વર્ષની સરખાણીએ ઓછા હવાનો પણ દાવો કર્યો છે.
રોગચાળાનું સરવૈયું
ઝાડા-ઊલ્ટી 304
કમળો 169
ટાઇફોઈડ 179
મેલેરીયા 16
ઝેરી મેલેરીયા 1
ડેન્ગ્યુ 6
ચિકનગુનિયા 8

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments