Wednesday, September 22, 2021
Homeજાન્યુઆરી એન્ડ સુધી રાત્રિ કર્ફ્યૂ:અમદાવાદ સહિત ચાર મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રખાયો,...
Array

જાન્યુઆરી એન્ડ સુધી રાત્રિ કર્ફ્યૂ:અમદાવાદ સહિત ચાર મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રખાયો, જામનગરમાં CM રૂપાણીએ જાહેરાત કરી

રાજ્યના મહાનગરોમાં રાતના 10થી સવારના 6 સુધી રાત્રિ કર્ફ્યૂ લદાયો છે

રાજ્યમાં કોરોના આવતીકાલે શનિવારથી વેક્સિનેશનની શરૂઆત થવાની છે. ત્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ રાજ્યના 4 મુખ્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન જાહેરાતને 30-31મી જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રાખવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી. અગાઉ પોલીસ વડા આશિષ ભાટિયાએ ચાર શહેરો એવા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી હતી.

15 દિવસ અગાઉ જ રાત્રિ કર્ફ્યૂ એક કલાક ઘટાડાયો હતો
ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ રાતના 10 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂનો સમય અગાઉ નવ કલાકને બદલે આઠ કલાકનો કર્યો હતો. 15 દિવસ અગાઉ રાજ્યની કોર ગ્રૂપની બેઠક મળ્યાં બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેની જાહેરાત કરી હતી.

નાઇટ કર્ફ્યૂની ધંધા-રોજગાર પર મોટી અસર થઈ
કર્ફ્યૂને કારણે મનોરંજન, હોટલ અને કેટલાક વ્યાપારોને ખૂબ મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું હતું. અગાઉ આ સ્થળોને છુટ્ટી આપવામાં આવી હતી, પરંતુ ફરી બંધ થતાં તેમને ખોટ જઇ રહી હતી. નવા વર્ષની ઉજવણી દરમિયાન આ તમામ વ્યવસાયો માટે પીક સીઝન રહેતી, પરંતુ એ બંધ રહ્યા હતા. હવે તેમને નુક્સાન વધુ સહન ન કરવું પડે એ માટે કર્ફ્યૂનો સમય 9ને બદલે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો હતો.

હોટલ અને રેસ્ટોરાં સહિતના કેટલાક ઉદ્યોગો કર્ફ્યૂના સમયમાં છૂટછાટની માગ કરી હતી
અગાઉ દિવાળી પછી કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળો આવતાં અમદાવાદ સહિત ચાર શહેરમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. હોટલ અને રેસ્ટોરાં સહિતના કેટલાક ઉદ્યોગો કર્ફ્યૂના સમયમાં છૂટછાટ આપવાની માગણી કરી રહ્યા હતા. રાજ્ય સરકારે પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો હતો.

હાઈકોર્ટે સરકારને શું ટકોર કરી હતી
હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે દિવાળી બાદ રાજ્યમાં જે રીતે કોરોના વકર્યો એવી સ્થિતિ મકરસંક્રાંતિના તહેવાર સમયે અને પછી સર્જાય નહીં એ અંગે ધ્યાન રાખશો. હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે આકરા નિર્ણયો લેતા ગભરાશો નહીં. લોકો નિરાશ થાય એની ચિંતા કરશો નહીં. લોકો આ તહેવારની ઉજવણી આવતા વર્ષે પણ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કરી શકે છે. હાઈકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો હતો કે સરકાર મકરસંક્રાંતિના તહેવારને લઈને શું નિર્ણય કરવા માગે છે, એ અંગે સૂચના મેળવીને જણાવો. આ કેસની વધુ સુનાવણી આઠ જાન્યુઆરીએ હાથ ધરાશે. મકરસંક્રાંતિને અનુલક્ષીને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments