Sunday, December 5, 2021
Homeજાપાનની હોટલે 123 રોબોટને નોકરીમાંથી કાઢ્યા, લોકોની ફરિયાદ-નસકોરા બોલાવીએ તો ઉભા કરી...
Array

જાપાનની હોટલે 123 રોબોટને નોકરીમાંથી કાઢ્યા, લોકોની ફરિયાદ-નસકોરા બોલાવીએ તો ઉભા કરી દેતા

ટોક્યો: રોબોટ્સ અંગે ઘણી વાર એમ કહેવાતું હોય છે કે તેમના કારણે માણસોની નોકરીઓ જોખમમાં મુકાઇ શકે છે પણ આજકાલ રોબોટ્સ પણ નોકરી ગુમાવી રહ્યા છે. રોબોટ્સ માટે મશહૂર જાપાનની એક હોટલે ત્યાં કામ કરતા 123 રોબોટ્સને નોકરીમાંથી હટાવ્યા છે. ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’ના રિપોર્ટ મુજબ Henn-na નામની આ હોટલમાં 243 રોબોટ કામ કરતા હતા, જેમાંથી અડધા રોબોટ્સને કાઢી મુકાયા છે. હોટલનું કહેવું છે કે રોબોટ્સને કામ સરળ કરવા રખાયા હતા પણ તેમના કારણે તો સમસ્યા વધવા લાગી હતી.

રોબોટ્સે સ્ટાફની અછત પૂરી કરવાના બદલે કામ વધાર્યું

જે રોબોટ્સને કાઢી મુકાયા છે તેમાં ડૉલ જેવા આસિસ્ટન્ટ પણ સામેલ છે. ચુરી નામના આ રોબોટ્સ આસિસ્ટન્ટ એમ વિચારીને દરેક રૂમમાં રખાયા હતા કે સ્થાનિક જગ્યાઓ અંગે તે ગેસ્ટના સવાલોના જવાબ આપી શકે. જ્યારે તેમને એમ પૂછાતું કે થીમ પાર્ક ક્યારે ખુલે છે? તો ચુરી પાસે યોગ્ય જવાબ ન હોય. તેનાથી સારા જવાબ સીરી, ગૂગલ આસિસ્ટન્ટ અને એલેક્સા જેવા વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ આપી દેતા. તેથી હોટલ મેનેજમેન્ટને એમ લાગ્યું કે આ રોબોટ્સ સ્ટાફની અછત પૂરી કરવાના બદલે કામ વધારી રહ્યા છે.

રોબોટ્સ હોટલના 100માંથી 24 રૂમ સુધી જ પહોંચી શકતા હતા

ડાયનોસોર જેવા દેખાતા રોબોટ્સને પણ હટાવી દેવાયા છે, જેમને હોટલ ચેક-ઇન પર રખાયા હતા. તેઓ ગેસ્ટના પાસપોર્ટ કે અન્ય દસ્તાવેજોની ફોટોકોપી કાઢવા જેવા કામ પણ નહોતા કરી શકતા. બે રોબોટને ગેસ્ટ્સનો સામાન પહોંચાડવા રખાયા હતા પણ તે હોટલના 100માંથી 24 રૂમ સુધી જ પહોંચી શકતા હતા. સાથે જ વરસાદ કે બરફવર્ષા વખતે બંધ પડી જતા. હોટલના મુખ્ય દરવાન રોબોટને પણ યોગ્ય જવાબ આપતા આવડતું નહોતું. તે ફ્લાઇટના શેડ્યૂલ અને નજીકના જોવાલાયક સ્થળો વિશેના સવાલોના જવાબ પણ જાણતો નહોતો. હવે તેની જગ્યાએ માણસને જ દરવાન તરીકે રાખી દેવાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments