જાપાન : પ્રાઈમરી સ્કૂલ નજીક અજ્ઞાત વ્યક્તિએ લોકો પર ચાકૂથી હુમલો કર્યો; એક બાળકીનું મોત, 17 ઘાયલ

0
55

ટોક્યોઃ જાપાનના કાવાસાકી શહેરમાં મંગળવારે સવારે ભીડભાડવાળા વિસ્તારમાં એક યુવકે લોકો પર ચાકૂથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક બાળકીનું મોત નિપજ્યું છે, જ્યારે 17થી વધુ લોકો ઘાયલ થયા છે. આરોપીએ પોતાને પણ ચાકૂ મારતાં તેનું મોત થઈ ગયું છે.

ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું કે સવારે લગભગ 7-44 વાગ્યે એક ઈમરજન્સી ફોન આવ્યો હતો. કહેવાયું હતું કે એક યુવકે લોકો પર ચાકૂથી હુમલો કરી દીધો છે. પોલીસને જોઈ આરોપીએ પોતાને પર ચાકૂ મારી દીધું હતું. હજુ સુધી તો આરોપીની ઓળખ થઈ નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે ઘટનાસ્થળેથી બે ચાકૂ જપ્ત કર્યા છે, પરંતુ તેની હજુ પુષ્ટી થઈ નથી. અધિકારીના જણાવ્યા મુજબ આ ઘટના પ્રાઈમરી સ્કૂલની નજીક એક બસ સ્ટોપની પાસે પાર્કમાં થઈ હતી. બાળકો પાર્કમાં રમી રહ્યાં હતા. આરોપીએ બાળકો સહિત લોકો પર હુમલો કર્યો હતો. જાપાન વિશ્વમાં સૌથી ઓછી હિંસાવાળો વિકસિત દેશ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here