Sunday, November 28, 2021
Homeજામકંડોરણામાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં મંત્રી જયેશ રાદડિયાએ રૂપિયા ઉડાડ્યા
Array

જામકંડોરણામાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં મંત્રી જયેશ રાદડિયાએ રૂપિયા ઉડાડ્યા

રાજકોટ: રાજકોટ જિલ્લાના જામકંડોણામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ, વાલી સંમેલન અને તેજસ્વી તરલાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાત્રીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકગાયક કિર્તીદાન ગઢવી અને અલ્પા પટેલે ડાયરામાં લોકગીતની રમઝટ બોલાવી હતી. આ સમયે કલાકારો અને લોકોએ મંત્રી જયેશ રાદડિયા અને તેના ભાઈ લલિત રાદડિયા પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ સાથે જ જયેશ રાદડિયાએ પણ કલાકારો પર મન મુકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો.

લોક ડાયરામાં જે રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો છે. તે તમામ રૂપિયા ગૌશાળામાં વાપરવામાં આવશે. આ સાથે જ કિર્તીદાન ગઢવીના ‘લાડકી’ ગીત પર લોકોએ મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી બેટી બચાવો સંદેશને આવકાર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments