જામકંડોરણા-કાલાવડ વચ્ચે આવેલો નદીનો પુલ ધરાશાય, વાહન વ્યવહાર ઠપ્પ

0
60

  • CN24NEWS-19/06/2019
  • રાજકોટ, જૂનાગઢ અને જામનગર જીલ્લાને જોડતા રસ્તા પર આવેલ નદીનો જુનો પુલ ટુંટી પડ્યો છે. જામનગરથી જૂનાગઢ જવા માટે ખુબજ ઉપયોગી એવા જુનાગઢ – જામનગર વાયા કાલાવડ રોડ પર, રાજકોટ જીલ્લાનાં જામકંડોરણા તાલુકાનાં સાતોદડ ગામની પાસે આવેલા કોબેશ્વર મહાદેવ મંદિર પાસેનો પુલ ઘરાશાય થયો છે. પુલ ઘરાશાય થતા જામનગરથી જુનાગઢ હાઈવે પર ટ્રાફિક ખોરવાઇ ગયો છે. આ પુલ જામનગર થી જૂનાગઢ જવાનાં હાઇવે પરનો વર્ષો જૂનો પુલ હતો. અને લાંબા સમયથી ઉપેક્ષાનાં કારણે જર્જરીત જોવા મળી રહ્યો હતો.
  • પુલ અચાનક જ ઘરાશાય થતા જામકંડોરણા થી કાલાવડ વચ્ચેનો તમામ વાહન વ્યવહાર ઠપ્પ થય ગયો છે. જામનગર-જૂનાગઢને જોડતોનાં આ મુખ્ય હાઇવે હોવાથી અને હાઇવે પરનો પુલ ધરાશાયી થવાથી હજારો મુસાફર અટવાઈ ગયા છે. જો કો સદભાગ્યે પુલ ટુંટવા સમયે કોઇ વાહન પુલ ઉપર ન હોય મોટી દુર્ઘટના ટળી છે. ત્યારે વિકાસની વાતો કરતા તંત્રને વિકાસતો ઠીક છે પરંતુ રાજાશાહી સમયે બનાવવામા આવેલા આવા મહત્વ પૂર્ણ જગ્યા પર આવેલા પુલ અને નાળાની સંભાળમાં ઉદાશીનતાથી લોકોમાં પણ તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here