Sunday, November 28, 2021
Homeજામજોધપુરના ગોપ ગામે હત્યા કેસમાં પેરોલ પર છૂટેલા આરોપીની હત્યા
Array

જામજોધપુરના ગોપ ગામે હત્યા કેસમાં પેરોલ પર છૂટેલા આરોપીની હત્યા

જામનગર: જામનગરના જામજોધપુર તાલુકાના ગોપ ગામે હત્યા કેસમાં પેરોલ પર છૂટેલા આરોપી સામત જેઠાભાઇ નંદાણીયાની અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. બનાવને પગલે પોલીસ દોડી જઇ સામતના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

સામત પેરોલ પર છૂટ્યો હતો. તે જેલમાં 302ના આરોપી તરીકે સજા કાપી રહ્યો હતો. પોલીસ સ્ટેશને કેસને સંબંધિત કાગળિયા જમા કરાવવા જતો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તેના પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી ફરાર થઇ ગયા હતા. પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. સામત અગાઉ દારૂ, મારામારી સહિતના કેસમાં જેલ જઇ ચૂક્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments