જામનગરના લાવડિયા નજીક પથ્થરોના ઘા મારી યુવાનની હત્યા

0
29

જામનગર: જામનગર તાલુકાના લાવડીયા ગામે રહેતો મનિષ ઉર્ફે ધર્મેશ ભુપતભાઇ ચાંદ્રા નામનો યુવાન શનિવારે મોડી સાંજે પોતાની વાડીએ ગયો હતો. ત્યાંથી ઘાસચારો લઇને ઘરે પરત આવી રહ્યો હતો જે દરમિયાન માર્ગમાં જ અમુક અજાણ્યા શખ્સોએ તેને આંતરી લઇને આડેધડ બોથડ પર્દાથ કે પથ્થરોના ઘા ઝીંકતા લોહીલૂહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. કોઇએ પરીવારને જાણ કરતા તાકીદે પરીવારજનો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ લોહીલૂહાણ હાલત માં પડેલા મનીષ ઉર્ફે ધર્મેશને તાકીદે 108 મારફતે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પીટલમાં ખસેડાયો હતો. પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.

આ બનાવની જાણ થતા પંચ બી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ બનાવના પગલે પોલીસે મૃતકના પરીવારજનોનું નિવેદન નોંધી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધવા માટે તજવીજ સાથે આરોપીઓની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવે નાના એવા લાવડીયા ગામમાં ભારે અરેરાટી પ્રસરાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here