જામનગરમાં કુરિયરની ઓફિસમાં પૈસાની લેતી દેતીમાં સંચાલકની છરીના ઘા મારી હત્યા

0
46

જામનગર: જામનગરના સતત ધમધમતા એસ.ટી. ડેપો પાસે રાજાવીર કોમ્પ્લેક્સમાં શોપ નં.8માં ઓરેન્જ ઇન્ટરનેશનલ કુરિયરની ઓફિસમાં જ સંચાલક ડેનિશ બાબુભાઇ બાવરીયા (ઉ.32)ની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. બનાવના પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો. પૈસાની લેતી દેતી મામલે છરીના ઘા ઝીંકી હુમલાખોર નાસી છૂટ્યાનું ખુલતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા માટે તજવીજ સાથે હત્યારાને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

મંગળવારે રાત્રે ડેનિશ ઓફિસ અંદર હાજર હતો ત્યારે જ ત્યાં ધસી આવેલા એક શખ્સે બોલાચાલી બાદ એકદમ ઉશ્કેરાઇ જઇ છરીનો ઘા ઝીંકી દેતા લોહીલૂહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. આ બનાવની જાણ થતા 108ની ટીમ ઉપરાંત એસપી શરદ સિંઘલ, સિટી એના પી.આઇ. કે.કે.બુવળ, એલસીબી અને એસઓજીનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પૈસાની લેતી દેતી મામલે સર્જાયેલી બોલાચાલી બાદ આ હત્યાના બનાવને અંજામ આપવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

આ હત્યાના બનાવમાં સંડોવાયેલા હુમલાખોર સીસીટીવી ફૂટેજમાં કેદ થયા હોવાની શક્યતાના પગલે પોલીસે મોડી રાત્રે તેના ફુટેજ મેળવવા કવાયત હાથ ધરી હતી. સાથે હુમલાખોરનુ નામ પણ મળી આવતા પોલીસે તેને પકડી પાડવા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે ઘટનાસ્થળે મોડી સંખ્યામાં લોકો પણ એકત્ર થયા હતા. મૃતક યુવાન કુરિયરની ફ્રેન્ચાયઝી ધરાવતો હોવાનું તેમજ તેના પત્ની પણ બ્યુટીપાર્લર ચલાવતા હોવાનું જાણવા મળ્યુ છે.

આ બનાવમાં કુરિયરના સંચાલકના પેટના ભાગે હુમલાખોરે ઝીંકેલો છરીનો ઊંડો ઘા જીવલેણ નીકળતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા યુવાને થોડી ક્ષણોમાં જ દમ તોડ્યો હોવાનું બહાર આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here