જામનગરમાં પત્નીના હત્યા કેસમાં પતિ-પ્રેમિકાને આજીવન કેદની સજા

0
38

જામનગર:જામનગરમાં પત્નીની હત્યામાં અદાલતે પતિ અને પ્રેમિકાને આજીવન કેદની સજા ફટકારી છે. ગોકુલનગરમાં રહેતા જયેશ રાવલીયાને તેના વિસ્તારમાં રહેતી સોનલ પ્રદીપભાઇ ભંડેરી સાથે આંખ મળી જતાં જયેશ અને તેની પત્ની નયનાબેન વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી. ત્રણ વર્ષ પહેલાં જયેશ તથા પ્રેમિકા સોનલે કાવતરૂં રચી નયનાબેનને બાથરૂમમાં ટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધા હતાં. ત્યારબાદ જયેશ અને તેના પરિવારજનોએ નયનાબેન બાથરૂમમાં પડી ગયા હોવાનું જણાવી સારવાર અર્થે હોસ્પિટલ લઇ જતાં ફરજ પરના ડોકટરે નયનાબેનને મૃત જાહેર કર્યા હતાં.

જયેશ અને તેની પ્રેમિકાની ધરપકડ કરાઈ

સમગ્ર ઘટના બાદ જયેશ અને તેની પ્રેમિકા સોનલે હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ મૃતક નયનાબેનના પિતા ભીખાભાઇ વેજાણંદભાઇ બેરાએ હત્યા જયેશ અને તેની પ્રેમિકા સોનલે કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા તપાસ કરી પુરાવા એકત્ર કરી બંનની ઘરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું.
પતિ અને પ્રેમિકાને આજીવન કેદની સજા
આ કેસ જામનગરની સેશન્સ અદાલતમાં ચાલી જતાં ધર્મેન્દ્વ જીવરાજાનીએ રજૂઆત કરી હતી કે, બનાવના સ્થળે બંને આરોપી હાજર હતાં. મૃતકે સ્વ બચાવ માટે પ્રયત્ન કર્યા હોય આરોપીઓના મોઢા ઉપર ઉજરડાના નિશાનોના પુરાવાથી સાબિત થાય છે.વળી પીએમ રીપોર્ટમાં પણ ટૂંપો આપી હત્યા નિપજાવ્યાનું પુરવાર થાય છે. આ રજૂઆતો ધ્યાને લઇ જજ કે.આર.રબારીએ પતિ અને પ્રેમિકાને આજીવન કેદની સજા ફટકારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here