Saturday, September 25, 2021
Homeજામનગરમાં પિત્તળના ભંગારની આડમાં દુબઈથી આવેલું 100 કિલો સોનું ઝડપાયું
Array

જામનગરમાં પિત્તળના ભંગારની આડમાં દુબઈથી આવેલું 100 કિલો સોનું ઝડપાયું

જામનગર: જામનગરમાં જીઆઇડીસી ફેસ-2માં આવેલા નામાંકિત બ્રાસપાર્ટના કારખાનામાં ડીઆરઆઇ સહિતની કેન્દ્રીય તપાસનીસ એજન્સીઓના અધિકારીઓએ દરોડો પાડી ભંગારની આડમાં સોનાની દાણચોરીનું કૌંભાડ પકડી પાડ્યું છે. પ્રાથમિક તબક્કે માહિતી મળી છે કે, અંદાજે 100 કિલો જેટલું સોનુ જપ્ત કરવામાં આવ્યું છે.

મુંબઈમાં બે દિવસ પહેલાં દરોડા પડાયા હતા. આ સમય દરમિયાન જામનગરની પણ માહિતી બહાર આવતા ઉપરોકત કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ વિશ્વસનિય સૂત્રો જણાવી રહ્યા છે. જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-2 માં કાર્યરત નામાંકિત બ્રાસપાર્ટની પેઢી દ્વારા વિદેશથી મંગાવતા પિતળના ભંગારના જથ્થા સાથે દાણચોરીથી સોનું પણ મંગાવાતું હોવાની બાતમી ડીઆરઆઇને મળી હતી.

જેના આધારે શુક્રવારે મોડી સાંજે જામનગર દોડી આવેલી મુંબઇની ડીઆરઆઇ સહિત અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓના અધિકારીઓની ટીમે ભારે ગુપ્તતા વચ્ચે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.આ દરમિયાન વોચમાં રહેલા તપાસનીસ અધિકારીઓએ બ્રાસપાર્ટના કારખાનાના માલીકની વૈભવી મોટરકારને આંતરી તલાસી લેતા તેમાંથી એક બેગ મળી આવી હતી.

જેમાં ભંગારની આડમાં સોનાની દાણચોરીનું વાંધાજનક સાહિત્ય મળી આવ્યાનું સૂત્રોએ જણાવ્યું છે. ત્યારબાદ કારખાનામાં તપાસ કરતા વિદેશથી મંગાવેલા પિતળના ભંગારના કન્ટેન્ટરમાંથી મસમોટો સોનાનો જથ્થો નીકળતા કેંન્દ્રીય એજન્સીઓના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં.

કાર્યવાહી: મુંબઇમાં પકડાયેલા મસમોટા રેકેટના પગલે દરોડો મુંબઇ ડીઆરઆઇએ ગુરૂવારના રોજ દુબઇથી ભંગારની આડમાં સોનાની દાણચોરીનું મસમોટું રેકેટ પકડી પાડી 110 કિલો સોનું કબજે કરી 7 શખ્સોની ધરપકડ કરી હતી.

પકડાયેલા શખ્સોએ ભંગારની આડમાં સોનાની દાણચોરી કરી સોનું ઝવેરી બજારમાં વેંચવામાં આવતું હોવાની કબૂલાત આપી હતી. આ રેકેટમાં જામનગરની બ્રાસપાર્ટ પેઢીની પણ સંડોવણી હોવાનું ખૂલતા કેન્દ્રીય તપાસનીસ એજન્સીઓ દ્વારા દરોડો પાડવામાં આવ્યાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે.

જામનગરના કારખાનેદારના ઘરમાં પણ અધિકારીઓનું સર્ચ: ભંગારની આડમાં સોનાની દાણચોરીનું કૌંભાડ ખૂલતા કેન્દ્રની તપાસનીશ એજન્સીઓના અધિકારીઓએ કારખાનેદારના રણજીતસાગર રોડ પર આવેલા આલિશાન રહેણાંક મકાનમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

DRI સોનું કબજે કરી મુંબઈ રવાના: કારખાનામાં તપાસ શનિવારે પણ ચાલુ રહી હતી અને તપાસનીસ અધિકારીઓ સોનાનો જથ્થો કબજે કરી મુંબઇ રવાના થઇ ગયાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments