Sunday, September 19, 2021
Homeજામનગરમાં મહિલા સંચાલિત અંધાશ્રમ આવાસમાં કૂટણખાનું ઝડપાયું,
Array

જામનગરમાં મહિલા સંચાલિત અંધાશ્રમ આવાસમાં કૂટણખાનું ઝડપાયું,

જામનગર: જામનગરમાં અંધાશ્રમ ફાટક નજીક આવાસ કોલોનીમાં એક કૂટણખાનું ધમધમતું હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે દરોડો પાડી ત્રણ મહિલા સહિત પાંચ સંચાલક અને ચાર ગ્રાહકો સહિત નવ શખ્સને પકડી પાડીને રૂ. 2.50 લાખની રોકડ ઉપરાંત બાઇક સહિત રૂ.3.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પાંચ સંચાલકોને સકંજામાં લીધા

પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં એલસીબીના પી.આઇ. આર.એ. ડોડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન અંધાશ્રમ ફાટક પાસે આવાસ કોલોનીમાં એક મકાનમાં બહારથી મહિલા બોલાવી શરીર સુખ માણવાની વ્યવસ્થા કરી કૂટણખાનું ચલાવાતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન પોલીસે સંચાલક નીતાબેન મહેન્દ્રભાઇ વાળા, વિરલ મહેન્દ્રભાઇ વાળા, શોભનાબેન રામદેભાઇ બોખીરિયા, કિશન ભરતભાઇ અને તારામતી દિનેશરાય ભટ્ટ સહિત પાંચ સંચાલકોને સકંજામાં લીધા હતા.

પકડાયેલા ચાર ગ્રાહકો

જ્યારે પોલીસે કૂટણખાનાના સ્થળે શરીરસુખ માણવા માટે આવેલા ગ્રાહકો ઇમરાન ફારૂકભાઇ વિરાણી(રે.અલિયાબાડા), દેવશી નારણભાઇ બેલા (રે.જામનગર), મયૂરસિંહ બળવંતસિંહ જાડેજા(રે.જામનગર) અને વિશાલ સુરેશભાઇ પરિયાણી (રે. જામનગર)ને પકડી પાડ્યા હતા. આ તમામના કબ્જામાંથી પોલીસે રૂ.2.50 લાખની રોકડ રકમ ઉપરાંત એક બાઇક વગેરે મળીને રૂ.3.50 લાખની માલમતા કબ્જે કરી હતી. પોલીસે તમામ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડાના પગલે સંબંધિત વિસ્તારમાં ક્ષણિક અફરાતફરી મચી જવા પામી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments