જામનગરમાં સુતળી બોમ્બ અને ઘડિયાળની મદદથી બનાવેલો દેશી બનાવટનો બોમ્બ મળી આવ્યો

0
48

જામનગર: જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી બરડાઈ બ્રાહ્મણ જ્ઞાતિની બોર્ડિંગ પાસે કચરા પેટી નજીકથી સુતળી બોમ્બ અને ઘડિયાળની મદદથી બનાવેલો દેશી બનાવટનો બોમ્બ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા એસપી શરદ સિંઘલ ,બોમ્બ સ્ક્વોડ સહિત પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસ તપાસમાં સાત જેટલા સુતળી બોમ્બ અને ઘડિયાળ સાથેનું બોક્સ મળી આવ્યું હતું.

પોલીસે દેશી બોમ્બ ડીસ્પોઝ કરવા કામગીરી કરી હતી. આ બનાવની જાણ થતા આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં આ બોમ્બ સાથે કોઈ બોમ્બને લગતી કોઈ વિસ્ફોટક વસ્તુ મળી ન હતી અને કોઈ વ્યકિતએ ભય ફેલાવવા માટે અથવા તો ટીખળ કર્યાનું પ્રાથમિક તારણમાં જોવા મળ્યું છે. જામનગર એસપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે, આ કોઇ તોફાની તત્વોનું કારસ્તાન છે. આમાં તોઇ ડિટોનેટરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. સ્ફોટક વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here