Sunday, September 19, 2021
Homeજામનગરમાં હાર્દિક લડે તો કોંગ્રેસમાંથી બધાનો ટેકો નહીં તો ચાર ઉમેદવારો વચ્ચે...
Array

જામનગરમાં હાર્દિક લડે તો કોંગ્રેસમાંથી બધાનો ટેકો નહીં તો ચાર ઉમેદવારો વચ્ચે ખેંચતાણ

જામનગર: 77-જામનગર ગ્રામ્યની ખાલી પડેલી વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાં દાવેદારોનો રાફડો ફાટતા સેન્સ લેવા આવેલા કોંગ્રેસના નિરીક્ષકો સમક્ષ 35 દાવેદારોએ દાવેદારી નોંધાવતા નિરીક્ષકો પણ ચોંકી ઉઠ્યા હતાં. જામનગર લોકસભા બેઠક પર કોંગ્રસમાંથી હાર્દિક પટેલ ચૂંટણી લડે તો કોંગ્રેસમાંથી સ્થાનિક કોઇ દાવેદાર નથી, પરંતુ જો હાર્દિક ચૂંટણી ન લડે તો ચાર નામો ચર્ચામાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ચારેય ઉમેદવારો વચ્ચે ટિકિટ માટે ખેંચતાણ ચાલી રહી છે.

જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની ચૂંટણી 23 એપ્રિલે યોજાશે

કોંગી ધારાસભ્ય વલ્લભભાઇ ધારવિયારએ કોંગ્રેસ છોડી ભાજપમાં ભળતા 77-જામનગર ગ્રામ્ય વિધાનસભાની બેઠક ખાલી પડી છે. જેની ચૂંટણી આગામી 23મી એપ્રિલના લોકસભાની ચૂંટણી સાથે જાહેર થઇ છે. ત્યારે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની સેન્સ લેવા કોંગી નિરીક્ષકો ડો.ચંદ્રિકાબેન ચુડાસમા, જસવંતસિંહ ભટ્ટી, બ્રિજેશભાઇ મેરજા સોમવારે જામનગર આવ્યા હતાં.
જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ત્રણ નિરીક્ષકો અને જિલ્લા કોંગી પ્રમુખ જે.ટી.પટેલની હાજરીમાં સેન્સ લેવામાં આવી હતી. સેન્સની કાર્યવાહી દરમિયાન 77-જામનગર ગ્રામ્યની બેઠક માટે કોંગીમાંથી જે.ટી.પટેલ, જીવણભાઇ કુંભારવડીયા, જેન્તીભાઇ સભાયા, ગીરીશભાઇ અમેથિયા, કાસમભાઇ ખફી, વશરામભાઇ રાઠોડ,અરવિંદભાઇ ગજેરા, યુસુફભાઇ ખફી સહિત 35 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. આથી કોંગી નિરીક્ષકો પણ ચોંકી ઉઠ્યા હતા.
લોકસભા માટે ચાર ઉમેદવારોએ દાવેદારી નોંધાવી
બીજી બાજુ જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી હાર્દિક પટેલ ચૂંટણી લડે તો કોંગ્રેસમાંથી સ્થાનિક કોઇ ઉમેદવાર દાવેદાર ન હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. પરંતુ જો હાર્દિક ચૂંટણી ન લડે તો કોંગીમાંથી જે.ટી.પટેલ, હેંમતભાઇ ખવા, ભીખુભાઇ વારોતરિયા અને મુળુભાઇ કંડોરિયા મેદાનમાં હોવાનું રાજકીય સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments