Tuesday, September 28, 2021
Homeજામનગરમાં હેવાન પિતાએ પોતાની 16 વર્ષની દિકરીને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું
Array

જામનગરમાં હેવાન પિતાએ પોતાની 16 વર્ષની દિકરીને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું

જામનગર:શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા એક પિતાએ તેની જ 16 વર્ષની દિકરી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર ઘટનાની ફરિયાદ સગીરાની માતાએ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર 6 મહિના પહેલા પુત્રી ઘરે એકલી જ હતી ત્યારે હેવાન પિતાએ પોતાની હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ કોઈને ન કહેવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર ઘટનાની જાણ માતાને થતાં સગીરાની માતાએ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે હેવાન પિતા સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments