જામનગરમાં 22 વર્ષીય યુવાને કોલેજના રિઝલ્ટમાં એટીકેટી આવતાં જિંદગી ટુંકાવી

0
76

જામનગર: જામનગરના કાલાવડ નાકા બહાર કલ્યાણ ચોકમાં રહેતા મનહરભાઇ પંડ્યાના પુત્ર પ્રિયાંક કોલેજમાં અભ્યાસ કરતો હતો. પરિણામમાં એટીકેટી આવતા ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે પ્રિયાંકની બહેનનું થોડા સમય પહેલા બિમારીથી અવસાન થયું હતું. જેથી તેના આઘાતમાં પ્રિયાંક ગુમસુમ રહેતો હતો. આપઘાતના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

બે મહિનામાં આપઘાતનો ત્રીજો બનાવ

ગત તા.15 નવેમ્બરના રોજ જામનગર તાલુકાના બાલંભડી ગામના હરપાસિંહ જાડેજાએ બીએસસીમાં છેલ્લા વર્ષના સેમેસ્ટરમાં નાપાસ થતાં આપઘાત કરી લીધો હતો. ડીસેમ્બરના રોજ ધ્રોલના ગોકુલપાર્કમાં રહેતાં હરપાલસિંહ જાડેજાની આઠમાં ધોરણમાં ભણતી 14 વર્ષની પુત્રી નિકિતાબાએ અભ્યાસના ટેન્શનમાં આપઘાત કરી લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here