જામનગર: જામજોધપુર તાલુકાના સડોદર ગામે રહેતી સગીરાના કૌંટુબિક દાદા રાજાભાઇ ઉકાભાઇ રાઠોડ એક જ લતામાં રહેતા હોય એક વખત સગીરા શાળાએથી પરત ફરતા ઘર બંધ હોય ચાવી રાજાભાઇના ઘેર લેવા ગઇ હતી. આ સમયે સગીરા સાથે દુષ્કર્મ આચરી બદનામ કરવાની ધમકી આપી હતી. આટલું જ નહીં બનાવ બાદ ત્રણ વખત સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આથી સગીરાને છ માસનો ગર્ભ રહેતા પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે રાજાભાઇને આજીવન કેદની સજા ફટકારી છે.
બુક સ્ટોલ અને શાકભાજીની કુકાન ધરાવનારે પણ દુષ્કર્મ આચર્યું
આ ઉપરાંત ગામમાં રહેતા ખીમાણંદ ઉર્ફે ખીમા જગા બેરા કે જેને બુક સ્ટોલ હોય સગીરા ગુંદર લેવા જતાં ખીમાણંદે દુકાનમાં સગીરા સાથે દુષ્કૃત્ય આચર્યું હતું. બાદમાં સગીરાને પેટમાં દુ:ખાવો થતા જીજી હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા છ માસનો ગર્ભનું બહાર આવ્યું હતું. આથી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં સગીરાએ ગામમાં ગુલ્ફીનું મશીન ધરાવતા રમેશ ઉકા પટેલે અને શાકભાજીની દુકાન ધરાવતા અનીલ જોષીએ પણ દુકાનમાં દુષ્કૃત્ય આચર્યું હોવાનું જણાવ્યું હતું. તપાસમાં સગીરા, જન્મેલા બાળક તેમજ આરોપીઓના ડીએનએ રિપોર્ટ કરી અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
બે આરોપીને 10 અને એકને 2 વર્ષની સજા
આ કેસમાં સરકારી વકીલ વજાણીની રજૂઆતો અને 48 દસ્તાવેજી પુરાવા, 17 સાહેદોની જુબાની ધ્યાને લઇ ન્યાયાધીશ રાવલે ચારેય આરોપીને તકસીરવાન ઠેરવી રાજાભાઇને આજીવન કેદ, રૂ.10000 દંડ, ખીમાણંદ અને રમેશને 10 વર્ષની કેદ તથા અનિલને 2 વર્ષની સખત કેદ ફટકારી હતી.