Tuesday, September 28, 2021
Homeજામનગર ના ધ્રોલ માં હાર્દિક પટેલ નો વિરોધ,
Array

જામનગર ના ધ્રોલ માં હાર્દિક પટેલ નો વિરોધ,

જામનગર:હાર્દિક પટેલ હવે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાય ચુક્યો છે અને આગામી 2019ની લોકસભાની ચૂંટણી જામનગરથી લડવાનો છે તેવી પોતે જાહેરાતો કરી રહ્યો છે. ત્યારે મંગળવારે જામનગરના ધ્રોલમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાતે આવી પહોંચતા હાર્દિક પટેલનો વિરોધ કરયો હતો. રસ્તાઓ પર હાર્દિક ગદ્દાર.. કેમ? તેના કારણો દર્શાવતા બેનરો લાગ્યા હતા.

જામનગર લોકસભાની સીટ ૫ર કોંગ્રેસમાંથી હાર્દિક પટેલ દાવેદાર હોવાનું ચર્ચાય રહ્યું છે. સાથો સાથ હાર્દિકે જામનગર પંથકમાં કાર્યકર્તાઓ સાથેનો મુલાકાતોનો દૌર પણ શરૂ કરી દીધો છે. ધ્રોલ તાલુકાના કોંગ્રેસના કાર્યકરોની શુભેચ્છા મુલાકાતે બુધવારે આવી પહોંચતા ધ્રોલમાં જામનગર-રાજકોટ હાઇવે પર હાર્દિક પટેલ વિરુધ્ધનાં બેનરો લાગ્યા હતા. જયારે માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન રસિકભાઇ ભંડેરી, જયેન્દ્રભાઇ મુંગરા, શૈલેષભાઇ ભંડેરી, દિવ્યેશભાઇ અકબરી સહિતના પાટીદાર કાર્યકરોએ ધ્રોલ યાર્ડ પાસે હાર્દિક પટેલ વિરુધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments