Tuesday, September 21, 2021
Homeજામનગર : બારાડી ગામમાં ભાઇ હાજર ન હોય દિયરે દુષ્કર્મ ગુજારતા ભાભીએ...
Array

જામનગર : બારાડી ગામમાં ભાઇ હાજર ન હોય દિયરે દુષ્કર્મ ગુજારતા ભાભીએ ઝેરી દવા પી લીધી

જામનગર: જામનગર જિલ્લાના બારાડી ગામમાં ખેત મજૂરી કરવા આવેલા પરપ્રાંતિય પરિવારમાં દિયરે એકલાતનો લાભ લઇને ભાભી ઉપર નજર બગાડીને દુષ્કર્મ આચર્યું હતું. જેના પગલે ભાભીએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જો કે, દિયર પોલીસ પકડથી હાથવેંતમાં છે.

જોડીયા તાલુકાના બારાડી ગામના એક ખેડૂતની વાડીમાં રહેતો એમ.પીનો પરિવાર મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. ત્યારે શુક્રવારે ભાઇ બહાર ગયો હોવાથી ભાભી એકલાં હતા અને તે ઝુંપડામાં સૂતા હોવાથી દિયરની ભાભી ઉપર નજર બગડી હતી. એકલતાનો લાભ લઇને દિયરે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં દિયર ત્યાંથી નાશી છૂટ્યો હતો. આ બનાવથી ભાભીને મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યાં તેણીની તબીયત સુધારા પર છે. આ બનાવની જાણ થતાં જ પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચી ગયો હતો અને ભાભીએ જ દિયર સામે ફરિયાદ નોંધાવી હતી. જોડિયા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનોં નોંધીને આરોપી દિયરને પકડવાની તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments