Wednesday, September 22, 2021
Homeજામનગર મહાનગરપાલિકાએ સર્વિસ ચાર્જની 82 લાખની રકમ ભરપાઇ ન કરતા મેઇન પોસ્ટ...
Array

જામનગર મહાનગરપાલિકાએ સર્વિસ ચાર્જની 82 લાખની રકમ ભરપાઇ ન કરતા મેઇન પોસ્ટ ઓફિસ સીલ કરી દીધી

જામનગર: જામનગર મહાનગરપાલિકા છેલ્લા કેટલાક દિવસોથી એક્શન મોડમાં આવ્યું છે. બાકી વેરા ન ભરનારા આસામીઓની મિલકતો સીલ કરી નાણા વસુલવાની શરૂઆત કરી છે. ત્યારે ચાંદીબજાર નજીક આવેલી મેઇન પોસ્ટ ઓફિસ સહિતની પોસ્ટ ઓફિસો પાસેથી બાકી નીકળતા સર્વિસચાર્જની 82 લાખની રકમ ભરપાઇ ન કરતા સીલ કરી દીધી છે.

 

મહાનગરપાલિકાએ આ રકમ ભરપાઇ કરવા પોસ્ટ ઓફિસને અવારનવાર પત્રવ્યવહાર કર્યા હતા. પરંતુ રકમ ભરપાઇ કરવામાં ન આવતા આજે મનપાની ટીમના આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર જીજ્ઞેશ નિર્મળ, જી.જે. નંદાણીયા સહિતની ટીમે વહેલી સવારે મેઇન પોસ્ટ ઓફિસને સીલ કરી દીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments