જામનગર : માતાએ પુત્રીને ઠપકો આપતા મનમાં લાગી આવતા પુત્રીએ કર્યો આપઘાત

0
1

જામનગર શહેરમાં માતાએ ટીવી જોવા બાબતે ધોરણ-12માં અભ્યાસ કરતી પુત્રીને ઠપકો આપતા મનમાં લાગી આવતા એસિડ પી લેતાં સારવારમાં મોત નિપજયું હતું તેવું પોલીસ જાહેર થયું છે.

જામનગર શહેરના સાધનાકોલોની એમ-7માં રહેતા ઉર્વિશાબેન હિતેશભાઈ ટંકારીયા ઉ.19 નામની ધોરણ-12માં અભ્યાસ કરતી યુવતી એસીડ પીધેલી હાલતમાં બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના એ.એસ.આઇ મગનભાઈ ચનિયારાએ તેણીના પિતા હિતેશભાઈ ગુલાબભાઈ ટંકારીયા નું નિવેદન નોંધ્યું હતું.

જેમાં યુવતીના પિતાએ જણાવ્યું હતું કે તેણીની માતાએ ટીવી જોવા બાબતે ઠપકો આપતાં તેણી ને મનમાં લાગી આવ્યું હતું જેથી તેણે એસીડ પી લીધાનું જણાવ્યું હતું. જે અંગે ની કાર્યવાહી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં મોકલી દીધા ગીતા પુસ્તક યુવતીના મૃતદેહનો કબજો સંભાળી ને પીએમ માટે મોકલી પોલીસ દ્વારા વધુ તપાસ આરંભી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here