જામનગર / 1990ના કસ્ટોડીયલ ડેથ મામલે જામનગર સેશન્સ કોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી

0
28

  • CN24NEWS-20/06/2019
  • સેશન્સ કોર્ટે 1990 જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસ મામલે સજા ફટકારી
  • સંજીવ ભટ્ટે અટકાયત કર્યા બાદ પ્રભુદાસ વૈષ્નવ નામના વ્યક્તિનું મોત થયું હતું
  • મૃતકના ભાઈએ સંજીવ ભટ્ટ સહિત 7 પોલીસ કર્મી સામે ટોર્ચર કરવાની ફરિયાદ કરી હતી
  • અમદાવાદઃ જામનગર સેશન્સ કોર્ટે 1990 જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી છે. સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને હત્યા ગુનામાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ ચુકાદો જામનગર સેશન્સ કોર્ટના ન્યાયાધીશ ડી.એમ.વ્યાસે આપ્યો છે.શું છે મામલો

    સંજીવ ભટ્ટ જ્યારે જામનગરમાં એડિશનલ સુપ્રિટેન્ડન્ટ હતા ત્યારે અડવાણીની રથયાત્રા દરમિયાન કોમી રમખાણો પર કાબૂ મેળવવા 30 ઓક્ટોબર 1990ના રોજ જામખંભાળિયામાંથી 133 લોકોની અટકાયત કરી હતી. જેમાં પ્રભુદાસ વૈષ્નાની નામના એક વ્યક્તિ પણ સામેલ હતા. ત્યાર બાદ તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ પ્રભુદાસ વૈષ્નાનીએ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યાર બાદ મૃતકના ભાઈએ સંજીવ ભટ્ટ અને બીજા 6 પોલીસ કર્મીઓ સામે તેમના ભાઈને ટોર્ચર કરવાનો આરોપ મુકી પોલીસ ફરિયાદ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here