Wednesday, December 8, 2021
Homeજામનગર SOGના બે પોલીસકર્મી રૂ. 1.25 લાખની લાંચ લેતા ઝડપાયા
Array

જામનગર SOGના બે પોલીસકર્મી રૂ. 1.25 લાખની લાંચ લેતા ઝડપાયા

જામનગર: જામનગર એસઓજીના હેડકોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા છે. બંને પોલીસ કર્મીઓએ ગુનામાં નામ નહીં ખોલવા અને હેરાન ન કરવા રૂપિયા સાત લાખની લાંચ માંગી હતી. જેમાં રૂ. 1.25 લાખની લાંચ લેવા આવતા એસીબીએ છટકું ગોઠવી ઝડપી લીધાં હતાં.

જામનગરમાં ફરિયાદીને ત્યાં કામ કરતો માણસ ફરિયાદીનું મોટર સાયકલ સાથે પિસ્તોલ સાથે જામનગર એસઓજીમાં પકડાયો હતો. એસઓજીના હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ હેમંતસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ જોગેન્દ્રસિંહ સીયારામસિંહ ચૌહાણે આ ગુનામાં ફરિયાદીનું નામ નહિ ખોલવાના, આર્મ્સ એક્ટમાં પકડાયેલા માણસને હેરાન નહિ કરવા અને મોટરસાયકલ સાહેબને કહીને પાછુ આપવાના પેટે રૂ. સાત લાખની માંગણી કરી હતી. ઓછામાં પતાવવાનું કહેતા પીએસઆઈ નહિ માને તેમ કહીને બે દિવસ અગાઉ લાંચના 3.50 લાખ, એક દિવસ અગાઉ 2.25 લાખ લીધા હતા. બાકીનાં 1.25 લાખની લાંચની માગણી આરોપીઓ કરતા જે બાબતે ફરીયાદીએ એસીબીમાં ફરીયાદ કરતા એસીબીએ આજરોજ લાંચનું છટકુ ગોઠવી તેઓને ઝડપી લીધાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments