Thursday, September 23, 2021
Homeજાયન્ટ ગોલ્ડ કોઈન : ધ રોયલ મિન્ટે તેનો અત્યાર સુધીનો સૌથી મોટો...
Array

જાયન્ટ ગોલ્ડ કોઈન : ધ રોયલ મિન્ટે તેનો અત્યાર સુધીનો સૌથી મોટો સોનાનો સિક્કો

ઈંગ્લેન્ડ માટે સિક્કાઓ બનાવનાર ‘ધ રોયલ મિન્ટ’ ફરી એક વાર દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ધ રોયલ મિન્ટે તેનો અત્યાર સુધીનો સૌથી મોટો સિક્કો તૈયાર કર્યો છે. 1100 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટો સિક્કો છે. સોનાના આ સિક્કાનું વજન 10 કિલોગ્રામ છે અને તે 20 સેન્ટિમીટર પહોળો છે. ધ રોયલ મિન્ટે ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

અત્યાર સુધીના સૌથી મોટા સિક્કાને ધ રોયલ મિન્ટે ‘માસ્ટર વર્ક’ નામ આપ્યું છે. તેનું મુલ્ય £10,000 (આશરે 10 લાખ રૂપિયા) છે. આ જાયન્ટ સિક્કાને તૈયાર કરવામાં 400 કલાક લાગ્યા હતા. 4 દિવસનો સમય તો પોલિશિંગમાં જ લાગ્યો હતો.

400 કલાકની મહેનત બાદ આ સિક્કો તૈયાર થયો
400 કલાકની મહેનત બાદ આ સિક્કો તૈયાર થયો

આ યુનિક સિક્કો ઓલરેડી વેચાઈ ગયો છે. જોકે સંસ્થાએ તેના બાયર વિશે માહિતી આપી નથી, પંરતુ તેણે આ સિક્કા માટે 6 ડિજિટના પૈસા ચૂકવ્યા છે.

ઓરિજિનલી એક જ સિક્કો બનાવાયો
માસ્ટર ક્રાફ્ટ્સપીપલ ટીમના મેમ્બર્સે મળી આ જાયન્ટ કોઈન તૈયાર કર્યો છે. તેને ડેવલપ કરવા માટે ટ્રેડિશનલ સ્કિલ અને ઈનોવેટિવ ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. ઓરિજિનલી આ એક જ સિક્કો તૈયાર કરવામાં આવ્યો છે. જોકે તેના લોઅર પ્રાઈઝ વર્ઝન પણ સંસ્થાએ બનાવ્યા છે.

10 ક્વીન્સ બીસ્ટ

આ સિક્કામાં 10 ક્વીન્સ બીસ્ટ આવરી લેવામાં આવ્યા છે. ક્વીન્સ બીસ્ટ કોઈન એ સિક્કા હોય છે જે રોયલ મિન્ટ શાસક રાણી માટે બનાવે છે. ક્વીન્સ બીસ્ટ એલિઝાબેથ બીજાની 10 પેઢીને રિપ્રેઝન્ટ કરતી અલગ અલગ મૂર્તિઓ છે. આ જાયન્ટ સિક્કામાં સિંહ, ફાલ્કન, બુલ આઈ, ડ્રેગન અને યુનિકોર્ન સહિતના ક્વીન્સ બીસ્ટ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments