Wednesday, December 8, 2021
Homeજિલ્લા પંચાયતના મહિલા પ્રમુખના પતિના વહીવટ સામે કોંગ્રેસના 17 સભ્યોનો બળવો
Array

જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખના પતિના વહીવટ સામે કોંગ્રેસના 17 સભ્યોનો બળવો

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતમાં મહિલા પ્રમુખની સામે કોંગ્રેસના 17 સભ્યોએ બળવો કરી પ્રમુખ બદલવાની માંગ સાથે પ્રદેશ પ્રમુખને લેખિતમાં જાણ કરતાં કોંગી મોરચે ભડકો થયો છે. જિલ્લા પંચાયતમાં કુલ 36 સભ્યોનુ સંખ્યાબળ છે અને તેમાંથી 22 સભ્યો સાથે કોંગ્રેસે સત્તા સંભાળી છે. 2015ની ચૂંટણીમાં ભાજપને પછાડીને કોંગ્રેસે પુન: સત્તા સંભાળી હતી અને પ્રથમ અઢી વર્ષ માટે ઘનશ્યામ પટેલે પ્રમુખપદ સંભાળ્યું હતું અને જૂન મહિનાથી મહિલા પ્રમુખ તરીકે પન્ના દિલીપ ભટ્ટ બિરાજયા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખપદે પન્ના ભટ્ટને હજુ સાત જ મહિના થયા છે ત્યાં પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 17 સભ્યોએ પ્રમુખ બદલવાની માંગ કરતાં કોંગ્રેસમાં ભડકો થયો છે.

પ્રદેશ પ્રમુખ ચાવડાને પત્ર લખ્યો

જિલ્લા પંચાયતના પ્રમુખ પન્ના પટેલ સામે રોષ વ્યકત કરનારા કોંગ્રેસના જ સભ્યોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને વિરોધ પત્ર મોકલી આપ્યો છે. આ પત્રમાં જિલ્લા પંચાયતના પ્રમુખના વર્તન બાબતનો ઉલ્લેખ કરતાં બળવાખોર સભ્યોએ જણાવ્યું હતું કે, અમો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યો છે અને કોંગ્રેસ પક્ષના મેન્ડેટ મુજબ પ્રમુખની વરણી વખતે મતદાન કર્યુ હતુ.

જિલ્લા પંચાયતના બજેટમાં પ્રમુખ પોતાનુ ધાર્યુ જ કરવા માંગે છે

પરંતુ, જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા આજદિન સુધી વિકાસના કામોની મંજુરી મળી નથી અને અધિકારીઓ પણ માનતા નથી. એટલુ જ નહીં, પ્રમુખના પતિ જ સંપૂર્ણ વહીવટ કરે છે અને સભ્યો પર જોહુકમી કરવાનુ વર્તન કરે છે. જિલ્લા પંચાયતના બજેટમાં પ્રમુખ પોતાનુ ધાર્યુ જ કરવા માંગે છે અને કોઇ પણ સદસ્યો સાથે પરામર્શ કરતા નથી.જેથી, જિલ્લા પંચાયતના કોંગ્રેસના તમામ ચૂંટાયેલા સદસ્યો જિલ્લા પંચાયત પ્રમુખ પન્નાબહેન ભટ્ટને બદલી કોંગ્રેસમાંથી નવા પ્રમુખની વરણી કરવા ભલામણ કરીએ છીએ તેવી માંગ સાથે બળવાખોર સભ્યોએ આદિવાસી,ઓબીસી,એસસી સભ્યને પણ પ્રમુખ બનાવશો તો વાંધો નહીં તેવી લેખિતમાં ખાતરી આપી છે.

કોણે બળવાે કર્યો

*ઘનશ્યામ પટેલ
*એમ આઇ પટેલ
*નીલાબહેન ઉપાધ્યાય
*રણજિતસિંહ પરમાર
*સરોજબહેન વસાવા
*મંજુલા વસાવા                                                                                                             *રાજુ વસાવા                                                                                                        *મણીબહેન વસાવા                                                                                                              *રમેશ વસાવા
*ભાઇલાલ મકવાણા
*ડાહીબહેન પરમાર
*કનકસિંહ બારિયા
*રતનબહેન રબારી
*ઇલાબહેન ચૌહાણ
*માયા જોષી
* અંબાલાલ દેલવાડ

રણજીતસિંહના કહેવાથી પત્ર લખ્યો, પ્રદેશમાં ધ્યાન દોર્યું છે

મારા પત્ની પ્રમુખ તરીકે જૂન મહિનામાં જિલ્લા પંચાયતમાં બેઠા હતા. હવે તેના વિરોધમાં કોંગ્રેસના કેટલાક સભ્યોએ ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા રણજીતસિંહના કહેવાથી પત્ર લખ્યો છે તેની મને જાણ નથી પણ સંકેત મળ્યો છે. જેથી, વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રભારી એવા ગોધરાના રાજેન્દ્રસિંહ પટેલનું અમે ધ્યાન દોર્યુ છે.અમારી જોડે કારોબારી સમિતિ, બાંધકામ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ છે.   દિલીપ ભટ્ટ, જિ.પં પ્રમુખ પન્નાબહેનના પતિ

6 માસથી વિકાસ કામો ખોરંભેે

જિલ્લા પંચાયતની સભા ત્રણ મહિનાથી બોલાવાઇ નથી અને બજેટમાં વિકાસના કામો થઇ રહ્યા નથી. સાડા નવ કરોડ રૂપિયાના કામો મંજુરીની રાહ જોઇ રહ્યા છે પરંતુ તેને ચોક્કસ કારણોસર મંજુરી અપાતી નથી. પંચાયતના સદસ્યોના કામો થતા નથી.જેથી, 17 સભ્યોની સહી સાથે પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો છે.
 રણજીતસિંહ પરમાર,બળવાખોર જૂથના સભ્ય

હજી સુધી જાણ થઇ નથી

વડોદરા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ સામે કોંગ્રેસના સભ્યોએ બળવો કર્યો હોવાની કોઇ જાણકારી નથી. અમદાવાદમાં બે દિવસથી મેરેથોન બેઠક ચાલી રહી હતી અને પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ મંગળવારે મોડી સાંજે દિલ્હી જવા રવાના થયા છે. જેથી, વડોદરાની સ્થિતિ અંગે કોઇ માહિતી નથી.
 ડો.મનીષ દોષી, પ્રવકતા,પ્રદેશ કોંગ્રેસ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments