Tuesday, December 7, 2021
Homeજિલ્લા પંચાયતમાં કોંગીનો હુંકાર, રાજ અમારું એટલે ડાયરીમાં ફોટા પણ અમારા જ
Array

જિલ્લા પંચાયતમાં કોંગીનો હુંકાર, રાજ અમારું એટલે ડાયરીમાં ફોટા પણ અમારા જ

વડોદરા: જિલ્લા પંચાયતની ડાયરીમાં માત્ર કોંગ્રેસની રેલીઓના ફોટા અને કોંગ્રેસના ધારાસભ્યોના જ સંદેશા છાપ્યા હોવાથી પંચાયતની ડાયરી માત્ર કોંગ્રેસ પ્રેરિત હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષના નેતા કમલેશભાઈ પરમારે ડાયરીનું પેમેન્ટ તાત્કાલિક રોકવા માટે ડીડીઓને રજૂઆત કરી છે.

કમલેશ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2019ની જિલ્લા પંચાયતની મેજ ડાયરી કોંગ્રેસ પ્રેરિત હોય તેવું જ લાગી રહ્યું છે. જેનું કારણ એ છે કે,ડાયરીમાં પહેલાં તો કોંગ્રેસની રેલીઓના ફોટા તેમના પંજાના નિશાન સાથે છપાયેલા છે. બીજું કે કોંગ્રેસના ધારાસભ્યો કરજણના અક્ષય પટેલ અને પાદરાના જશપાલસિંહ પઢિયારના જ સંદેશા છાપવામાં આવ્યા છે.ભાજપના ત્રણ ધારાસભ્યોની બાદબાકી કરી દીધી છે. ડીડીઓ સમક્ષ આ ડાયરીનું પેમેન્ટ તાત્કાલિક રોકી દેવા રજૂઆત કરાઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments