Monday, October 18, 2021
Homeજીડીપી : 5 વર્ષમાં વ્યક્તિગત લોનનું પ્રમાણ 83% વધ્યુ, ઈન્ડસ્ટ્રી લોનમાં 16...
Array

જીડીપી : 5 વર્ષમાં વ્યક્તિગત લોનનું પ્રમાણ 83% વધ્યુ, ઈન્ડસ્ટ્રી લોનમાં 16 ટકાની વૃધ્ધિ

બિઝનેસ ડેસ્ક. બેન્કો દ્વારા સામાન્ય નાગરીકને ફાળવવામાં આવતી વ્યક્તિગત લોનનું પ્રમાણ છેલ્લા પાંચ વર્ષમાં 83 ટકા વધ્યુ છે. જેમાં કુલ લોનમાં 39 ટકા, ઈન્ડસ્ટ્રીની લોનમાં 16 ટકા અને કૃષિ લોનમાં 42 ટકા વૃદ્ધિ જોવા મળી છે. રિઝર્વ બેન્કના આંકડા અનુસાર, 2013-14થી 2017-18 સુધી બેન્ક લોનમાં 39 ટકા વૃદ્ધિ નોંધાઈ છે.

યુપીએ સરકાર 2007-08થી 2013-14 દરમિયાન સામાન્ય નાગરીકોની લોનમાં 57 ટકા અને ઈન્ડસ્ટ્રી લોનમાં 104 ટકા, કૃષિ લોનમાં 118 ટકા અને કુલ લોનમાં 94 ટકા વૃદદ્ધિ થઈ હતી. બેન્કોમાં જમા ડિપોઝિટ 79 ટકા વધી હતી. આરબીઆઈએ બેન્કોની ડિપોઝિટ અને લોનના ડિસેમ્બર ત્રિમાસિક આંકડા પણ જારી કર્યા છે. જે મુજબ, ખાનગી સેક્ટરની બેન્કોની લોન 22 ટકા વધી છે. જ્યારે સરકારી બેન્કો દ્વારા ફાળવાયેલી લોનનું પ્રમાણ 8.4 ટકા વધ્યુ છે. ડિપોઝિટમાં પણ ખાનગી બેન્કો 20 ટકા વૃદ્ધિ સાથે અગ્રેસર અને સરકારી બેન્કોમાં 4.9 ટકા વધારો થયો છે.
સૌથી વધુ માથાદીઠ સ્ટેટ જીડીપી

દિલ્હી 2,64,697
સિક્કિમ 2,18,333
મહારાષ્ટ્ર 1,40,997
સૌથી ઓછો માથાદીઠ સ્ટેટ જીડીપી

બિહાર 28,485
ઉત્તર પ્રદેશ 40,815
ઝારખંડ 50,562
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments