જીભ દાઝી જાય તો ઘરગથ્થુ ઉપચારથી જ તરત રાહત મળી શકે છે, બળતરા ઓછી કરવા મધ ફાયદાકારક સાબિત થાય છે

0
67

હેલ્થ ડેસ્કઃ ઘણીવાર ગરમાગરમ ખોરાક ખાવાથી અથવા ગરમ ચા પી લેવાથી જીભ બળી જાય છે. આવી સ્થિતિમાં કોઈ મસાલાવાળો ખોરાક ખવાથી પણ જીભ પર ચચરે છે. તેમજ જીભનો એ ભાગ સ્વાદહીન થઈ જાય છે. જો તમારી પણ ક્યારેક જીભ દાઝી જાય તો તમે પીડાથી રાહત મેળવવા માટે ઘરગથ્થુ ઉપાય અજમાવી તરત જ આ સમસ્યા દૂર કરી શકો છો.

જો કંઇક ગરમ ખાવાથી જીભ દાઝી ગઈ હોય તો તરત જ બેકિંગ સોડા પાણીમાં મિક્સ કરી તેનાથી કોગળા કરી લો. દિવસમાં 2થી 3 વાર આ પ્રયોગ કરવો. ટૂંક સમયમાં તમને રાહત મળી જશે. જ્યાં સુધી જીભ ઠીક ન થાય ત્યાં સુધી મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો.
જીભ દાઝી જાય તો મધનો ઉપયોગ કરો. મધમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિબાયોટિક ગુણ હોય છે, જે દાઝેલી જીભને ઝડપથી ઠીક કરવામાં મદદ કરે છે. આ સિવાય તમે ઈચ્છો તો દેશી ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. જીભના એ દાઝેલા ભાગ પર દેશી ઘી લગાવી દો.

જીભ જાય જાય તો તરત જ ઠંડું દહીં ખાઈ લો. તેમજ શક્ય હોય તો ઠંડું દહીં થોડા સમય માટે મોઢામાં મૂકી રાખો.

જીભ દાઝી જાય તો પિપરમિન્ટ ખાઇને પણ રાહત મેળવી શકાય. આ જીભને ઠંડકનો અનુભવ તો કરાવશે જ પણ સાથે તમારી બળતરા પણ ઓછી કરશે. આ સિવાય બરફનો ટૂકડો પણ મોઢામાં મૂકી બળતરા દૂર કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here