જીવને જોખમ હોવાની પોલીસને અરજી આપ્યાના આઠ જ કલાકમાં ભાવનગરમાં યુવાનની હત્યા

0
96

ભાવનગરઃ શહેરના કાળીયાબીડ ખાતે આજે મોડી સાંજે અગાઉની અદાવતે બનેલી ઘટનામાં 7 થી 8 શખ્સોએ બે યુવાનો પર ઘાતકી હથિયારો વડે હુમલો કરતા બન્નેને ગંભીર હાલતે સારવાર્થે સર ટી.હોસ્પીટલમા ખસેડાયા હતા.જયાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો.જોકે યુવાને પોલીસને 8 કલાક પહેલાં જ અરજી કરી જણાવ્યું હતું કે મારા જીવને જોખમ છે.

બનાવ અંગેની પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કાળીયાબીડ ભગવતી સર્કલ પાસે મઢુલી નજીક આજે મોડી સાંજે સુજાનસીંહ લવજીભાઇ પરમાર (ઉ.વ.25) તથા ભગીરથસીંહ હડીયલ નામના યુવકો ઉભા હતા.તે વખતે 7 થી 8 શખ્સોએ ઘાતકી હથિયારો સાથે ઘસી આવી બન્ને યુવકો પર ઘાતકી હુમલો કરતા લોહીલુહાણ હાલતે બન્નેને સારવાર્થે સર ટી.હોસ્પીટલમા ખસેડાયા હતા.જયા સારવાર દરમિયાન સુજાનસીંહ પરમારનુ મોત નીપજયુ હતુ. જયારે ભગીરથસીંહ હડીયલ સારવાર હેઠળ છે.

બનાવની જાણ થતા એ.ડીવીજન પોલીસ મથકના પીઆઇ.જે.જે.રબારી કાફલા સાથે કાળીયાબીડ ખાતે દોડી ગયા હતા.અને બનાવની જાણકારી મેળવી હતી.પોલીસની પ્રાથમીક તપાસમા એવુ જાણવા મળેલ છે કે મૃતક તથા ઇજાગ્રસ્ત યુવાનોને હુમલાવરો સાથે 31 ફસ્ટના રોજ બુધેલ ખાતે યોજેલ પાર્ટીમા બોલાચાલી થઇ હતી.અને તેની દાજ રાખી આજે હુમલો કરાયો હતો.જેમા એકનુ મોત થયુ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોતનો ભોગ બનેલ સુજાન સિંહ પરમારે શનિવારે સવારે જ પોતાના જીવને જોખમ હોવાની પોલીસને અરજી આપી હતી તેના આઠ કલાકના ગાળામાં જ તેની હત્યા થઇ છે. પોલીસે આ અરજીને ગંભીરતાથી લીધી હોત તો સંભવત: આજે યુવાનને મોતને ભેટવું પડયું ના હોત!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here