જુઓ, બજરંગી ભાઈજાનની મુન્ની ચાર વર્ષમાં કેવી લાગી રહી છે

0
54

બોલીવુડની મુન્નીની કેટલીક તસવીરો હાલમાં જ વાયરલ થઈ રહી છે. આમાં તે બદલાયેલા અંદાજમાં જોવા મળી રહી છે. બોલી ન શકનાર જે મુન્નીને મોટા પડદા પર આપણે જોઈએ હતી, હવે તે પટર-પટર બોલે તો છે, પરંતુ પાકિસ્તાની પહેરવેશમાં દેખાતી મુન્ની હવે પોતાની અગામી ફિલ્મો માટે પણ તૈયારી કરી રહી છે

હર્ષાલી કેટલાએ અવસર પર બોલીવુડને લઈ પોતાની મહત્વકાંક્ષાઓ જાહેર કરી ચુકી છે. તે મોટી થઈ બોલીવુડની ટોપની અભિનેત્રી બનવા માંગે છે. હાલમા, હર્ષાલી મલ્હોત્રા એક ચાઈલ્ડ એક્ટર છે, જેને ફિલ્મ બજરંગી ભાઈજાનથી મોટી ઓળખ મળી.

અભ્યાસ પૂરો કર્યા બાદ ફિલ્મમાં આવશે<br />મુન્ની હાલમાં ફિલ્મો પર વધારે ધ્યાન ન આપી પોતાના અભ્યાસ પર વધારે ધ્યાન આપી રહી છે. હર્ષાલી હજુ ઘણી નાની છે, તો જાહેર છે કે, તે પોતે પોતાનું સોશિયલ મીડિયા હેન્ડલ નથી કરતી.